1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: અમદાવાદ , બુધવાર, 22 મે 2024 (18:21 IST)

શાહરૂખખાનને લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થતા અમદાવાદની KD હોસ્પિટલમાં દાખલ કરાયા

Shah Rukh Khan admitted
Shah Rukh Khan admitted
 હાલમાં ચાલી રહેલી IPL 2024ની અંતિમ મેચોનો દોર શરૂ થયો છે. ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી. આ દરમિયાન પોતાની ટીમને સપોર્ટ કરવા માટે બોલિવૂડ એક્ટર શાહરૂખખાન ગઈકાલે અમદાવાદ આવ્યા હતાં. તેમને ગરમીમાં લૂ લાગવાથી ડીહાઈડ્રેશનની અસર થતાં અમદાવાદની KD હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. શાહરૂખ ખાનને હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાથી હોસ્પિટલની આસપાસ પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી.
 
સોમવારે શાહરૂખ ખાન ITC નર્મદા હોટલ પહોંચ્યા હતા
સોમવારે શાહરૂખ ખાનની કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ અમદાવાદ આવી પહોંચી હતી. એરપોર્ટથી સીધા જ વસ્ત્રાપુર ખાતેની ITC નર્મદા હોટેલ પર ટીમના ખેલાડીઓ પહોંચ્યા હતાં. હોટેલમાં ટીમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ટીમના પહોંચ્યા બાદ થોડી જ વારમાં બોલિવૂડ એક્ટર અને ટીમના માલિક શાહરૂખ ખાન હોટેલ પર પહોંચ્યા હતાં. હોટલ દ્વારા શાહરૂખ ખાન માટે ખાસ પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી.