બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 20 મે 2024 (14:22 IST)

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

અભિનેત્રી યામી ગૌતમ અને આદિત્ય ઘર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં હતા. જે દિવસથી અભિનેત્રીએ એલાન કર્યુ હતુ કે તે માતા બનવાની છે બધા તેમના બાળકના જન્મની રાહ જોઈ રહ્યા હતા. 
 
હવે પ્રશંસકોની આતુરતાનો અંત આવ્યો છે. બંનેના ઘરમાં પુત્રનો જન્મ થયો છે. આદિત્યએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેયર કરીને આ વાતનુ એલાન કર્યુ. ત્યારબાદથી જ તેમને શુભેચ્છા આપનારોની લાઈન લાગી ગઈ છે. 
 
અક્ષય તૃતીયા પર કર્યુ પુત્રનુ સ્વાગત 
આદિત્ય દ્વારા શેયર કરવામાં આવેલ પોસ્ટ મુજબ યામીએ અક્ષય તૃતીયા (10 મે) ના દિવસે પુત્રને જન્મ આપ્યો  આદિત્ય યામી ગૌતમે તેમના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતી વખતે એક લાંબી કેપ્શન લખી છે. પોસ્ટમાં એક નોટ લખીને તેમના બાળકનું નામ પણ જાહેર કર્યું છે. આ પોસ્ટમાં જોઈ શકાય છે કે ભગવાન એક બાળકને પોતાના હાથમાં લઈ રહ્યા છે. આ ફોટા પર લખવામાં આવ્યું છે કે અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમારા પુત્રનો જન્મ થયો છે, જેનું નામ ‘વેદવિદ’ છે.

 
ખૂબ ખુશ છે યામી-આદિત્ય 
આદિત્યએ લખ્યુ અમે સૂર્યા હોસ્પિટલન સમર્પિત અને અદ્દભૂત ચિકિત્સકો વિશેષ રૂપે ડો. ભૂપેન્દ્ર અવસ્થી અને ડો. રંજના ઘનુના પ્રત્યે અમારો હાર્દિક આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ.  અમે માત-પિતા બનવાની આ ખૂબસૂરત યાત્રા પર નીકળ્યા છીએ.  અમે ઉત્સુકતાથી અમારા પુત્ર વેદાવિદના ઉજ્જવલ ભવિષ્યની પ્રાર્થના કરીએ છીએ. અમે હાલ આશા અને વિશ્વાસથી ભરેલા છીએ કે તે અમારા પુર્ણ પરિવાર અને રાષ્ટ્રનુ પણ ગૌરવ બનશે.