બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 7 ઑગસ્ટ 2021 (14:46 IST)

Pornography Case : રાજ કુંદ્રાને બોમ્બે હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો, હાલ જેલમાં જ રહેવુ પડશે

પોર્નોગ્રાફી કેસમાં જેલમાં બંધ રાજ કુદ્રાને બોમ્બે હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. પોર્ન ફિલ્મ કેસમાં બૉમ્બે હાઈકોર્ટે બિઝનેસમેન અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા અને રેયાન થોર્પની એ અરજીઓ રદ્દ કરી છે જેમા તેમણે તત્કાલ જેલમાંથી બહાર આવવની માંગ કરી હતી. 
 
ઉલ્લેખનીય છે કે  હાઈકોર્ટે અશ્લીલ ફિલ્મ બનાવવા અને એપ દ્વારા તેને બતાવવા મામલે પોતાની ધરપકડને પડકારનારા રાજ કુંદ્ર અને રેયાન થોર્પની અરજીઓ પર ગયા સોમવરે સુનાવની પુરી કરી લીધી હતી અને કહ્યુ હતુ કે તેના પર નિર્ણય સંભળાવવામાં આવશે. 
 
સુનાવણી દરમિયાન પોલીસે હાઇકોર્ટમાં દલીલ કરી હતી કે કુંદ્રા કેસની તપાસમાં સહકાર નથી આપી રહ્યા. તેઓએ કેસ સાથે સંબંધિત પુરાવાઓને નષ્ટ કર્યા છે.
 
રાજ કુન્દ્રાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે પોલીસે તેમને સીઆરપીસીની ધારા 41Aના હેઠળ તેમને નોટિસ રજુ કરવાની અનિવાર્ય જોગવાઈનુ પાલન નથી કર્યુ. કુંદ્રાએ અરજીમાં તત્કાલ મુક્ત કરવાનો અને ધરપકડ બાદ મેજિસ્ટ્રેટ દ્વારા તેમને પોલીસ ધરપકડ હેઠળ મોકલવાના આદેશને રદ્દ જ કરવાનો અનુરોધ કર્યો. 
 
19 જુલાઈના રોજ થઈ હતી ધરપકડ કરવામાં આવી હતી
 
રાજ કુંદ્રાની ક્રાઈમ બ્રાન્ચે 19 જુલાઈએ ધરપકડ કરી હતી, જ્યારે તેમના આઈટી ચીફ તરીકે કામ કરતા રેયાન થોર્પની 20 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. બંને ન્યાયિક કસ્ટડીમાં છે.
 
શેર્લિન ચોપડાએ લગાવ્યો ગંભીર આરોપ 
 
રાજ કુન્દ્રાની ધરપકડ પહેલા અભિનેત્રી શર્લિન ચોપરાએ એપ્રિલમાં તેમના પર સેક્સુઅલ હેરેસમેંટને લઈને  FIR નોંધાવી હતી. શર્લિને આરોપ લગાવ્યો હતો કે એક બિઝનેસ ડીલના સંબંધમાં તેમની રાજ કુન્દ્રા સાથે વાત થઈ હતી. પરંતુ ફોન પરના મેસેજમાં બંને વચ્ચે ઝગડો થયો હતો. ત્યારનાદ રાજ કુન્દ્રા તેના ઘરે આવ્યા અને તેને બળજબરીથી કિસ કર્યું. શર્લિને રાજ કુન્દ્રાને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ તે ગભરાઈ પણ ગઈ હતી.