શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2017 (17:38 IST)

Ragini MMS Returnsમાં આ અભિનેત્રીએ આપ્યા જોરદાર ઈંટિમેટ સીન... જાણો શુ છે તેના વિચાર

એકતા કપૂરની વેબ સીરિઝ રાગિની એમએમએસ પોતાના બોલ્ડ સીનને કારણે ચર્ચામાં છે. ફિલ્મનુ ફર્સ્ટ લુક પોસ્ટર અને ટીઝર રજુ થઈ ચુક્યુ છે. કરિશ્મા શર્માએ આ ફિલ્મમાં ખૂબ બોલ્ડનેસ બતાવી છે. 
 
ફિલ્મની સ્ટોરી રિયા સેન અને કરિશ્માની આસપાસ ફરે છે. પણ કરિશ્મા લીડ રોલમાં છે. તાજેતરમાં જ કરિશ્માએ એક લીડિંગ વેબસાઈટ પર આપેલ ઈંટરવ્યુમાં ફિલ્મ અને પોતાના પાત્ર વિશે વાત કરી. 
કરિશ્માએ કહ્યુ કે આ શ્રેણીમાં હોરર, સેક્સ અને ડ્રામા છે. આ ફિલ્મ માટે તેમણે ઓડિશન આપ્યુ હતુ. પહેલા પણ તે એકતા કપૂર સાથે કામ કરી ચુકી છે. કરિશ્માએ 'પવિત્ર રિશ્તા' દ્વારા ટીવી ડેબ્યૂ કર્યુ હતુ. આ ઉપરાંત તે 'પ્યાર કા પંચનામા' અને વેબ સીરિઝ 'લાઈફ સહી હૈ' માં કામ કરી ચુકી છે. 
આ ફિલ્મના બોલ્ડનેસ વિશે તેણે જણાવ્યુ કે ટીવીમાં આટલી બોલ્ડનેસ બતાવવાની સ્વતંત્રતા નથી. ડિઝિટલમાં તેની આઝાદી છે. એક્ટર ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર્સ વેબ દ્વારા પોતાની ભાવનાઓને સારી રીતે વ્યક્ત કરી શકે છે. 
 
પોતાના ઈંટિમેટ સીન વિશે કરિશ્માએ કહ્યુ કે અમને એ જ કરવાનુ હોય છે જે ડાયરેક્ટરે કહ્યુ હોય છે.  આ અમારા કામનો જ એક ભાગ છે.  આપણે રિયલ લાઈફમાં પણ ઈંટિમેટ થઈએ છીએ તેથી કેમેરા સામે કરવામાં મને કંઈ જ ખોટુ નથી લાગતુ. હુ આવા સીનમાં કંફર્ટેબલ રહુ છુ.