રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 20 ઑક્ટોબર 2023 (13:17 IST)

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાનો ચોંકાવનારો ખુલાસો, બોલ્યા - અમે અલગ થઈ ચુક્યા છે, મુશ્કેલીના સમયમાં...

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ બિઝનેસમેન રાજ કુંરા આજકાલ અનેક ખુલાસા કરવામાં લાગ્યા છે. ટૂંક સમયમા જ રાજ કુંદ્રાની ફિલ્મ 'UT-69' રજુ થવાની છે.  સતત માસ્ક લગાવતા જોવા મળનારા રાજ કુંદ્રાએ હવે માસ્ક લગાવવુ છોડી દીધુ છે. ફિલ્મના ટ્રેલર લોંચ થવાના ઠીક બે દિવસ પછી તેમણે એક ચોકાવનારી પોસ્ટ પોતાના સોશિયલ મીડિયા હેંડલ પર શેયર કરી છે.  તેમણે આ પોસ્ટમાં પોતાના જુદા થવાની જાહેરાત કરી છે. આ વિશે તેમણે વધુ માહિતી શેયર કરી નથી.  તેમણે લોકોને મુશ્કેલ સમય માં તેમને સમય આપવાની ભલામણ કરી છે. 
 
રાજ કુંદ્રાએ કહ્યુ - અમે જુદા થઈ ગયા છે.. 
 
શિલ્પાના પતિ રાજ કુંદ્રાએ પોસ્ટમાં લખ્યુ, અમે જુદા થઈ ગયા છે અને તમને વિનમ્ર અનુરોધ છે કે આ મુશ્કેલ સમયમાં અમને સમય આપો. શિલ્પા શેટ્ટીના પતિની આ પોસ્ટ દરેકનુ ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. લોકો હેરાન થઈ રહ્યા છે કે છેવટે રાજ કુંદ્રાએ આવુ કેમ કહ્યુ.  અનેક લોકો તેને શિલ્પા શેટ્ટી સાથે જોડીને પણ જુએ છે. લોકોને લાગી રહ્યુ છે કે શુ શિલ્પા અને રાજ કુદ્રા જુદા થઈ ગયા છે. ફેંસના સતત આવી રહેલા સવાલોનો અત્યાર સુધી ન તો રાજ કુદ્રા અને ન તો શિલ્પા શેટ્ટીએ જવાબ આપ્યો છે. આવામાં એ કહેવુ  મુશ્કેલ છે કે રાજ કુંદ્રાની આ પોસ્ટ કયા સંદર્ભમાં કરવામાં આવી છે. 
 
શિલ્પાએ નથી આપ્યા કોઈ સંકેત 
આ દરમિયાન શિલ્પાએ પોતાના સોશિયલ મીડિયા હેંડલ પર એવુ કશુ પણ શેયર કર્યુ નથી. બીજી બાજુ અનેક લોકોને એવુ પણ લાગી રહ્યુ છે કે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા આ બધુ પોતાના ફિલ્મના પ્રમોશન્સ માટે કરી રહ્યા છે.  આવામાં આ મામલા પર ફેંસને શિલ્પા શેટ્ટી તરફથી સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે.  રાજની આ પોસ્ટ તેમની પહેલી ફિલ્મ યૂટી 69 ના ટ્રેલરના લૉન્ટના બે દિવસ પછી સામે આવી છે.  રાજ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે જે તેમના જેલમા વીતાવેલા સમયની આસપાસ ફરે છે.