સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 13 એપ્રિલ 2022 (15:41 IST)

Alia Ranbir Wedding - રણબીરને લાખોમાં પડી શકે છે લગ્નની મોજડી, સાળીઓએ જીજુને લૂટવાની કરી લીધી છે પ્લાનિંગ

Alia Ranbir Wedding
બોલિવૂડના ક્યૂટ કપલને વર અને વધુના રૂપમાં જોવાની રાહ હવે ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. બંને થોડા દિવસોમાં પવિત્ર બંધનમાં બંધાઈ જશે, જેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. મહેંદી અને સંગીતના સમાચારો વચ્ચે એક ખાસ વિધિની માહિતી પણ સામે આવી છે. આ વિધિ વર એટલે કે રણબીર માટે ઘણી મોંઘી સાબિત થઈ શકે છે.
 
અમે વાત કરી રહ્યા છીએ ભારતીય લગ્નોનો જાણીતો રિવાજ જૂતા સંતાડવાની. આ ધાર્મિક રિવાજમાં, વરરાજાની સાળી જૂતા છુપાવે છે અને તેના બદલામાં મોટી રકમની માંગ કરે છે. રણબીર સાથે પણ કંઈક આવું જ થવાનું છે. જો સૂત્રો પર વિશ્વાસ કરવામાં આવે તો, આલિયાની બહેનો જૂતાની ચોરીના રિવાજમાં તેમના જીજુ પાસે મોટી રકમ માંગશે. જૂતાની ચોરી કરવાનો પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો 
 
આ વિધિના બદલામાં રણબીરને પોતાની સાળીઓને મોંઘી-મોંઘી ભેટ આપવી પડી શકે છે. એવા અહેવાલો છે કે આલિયાનીગર્લ ગેંગે શૂઝને બદલે એક લાખનું બજેટ રાખ્યું છે. હવે જોવાનું એ રહેશે કે રણબીર પોતાની સાળીઓને શું આપીને ખુશ કરે છે. પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસે તેની  સાળીનેને તેના શૂઝના બદલામાં ડાયમંડ રિંગ આપી હતી.
 
બીજી બાજુ લગ્નની તૈયારીઓની વાત કરીએ તો રણબીર આલિયાના ઘરની બહારનો નજારો જોઈને લાગે છે કે વિધિઓ શરૂ થઈ ગઈ છે. આલિયા ભટ્ટની નણંદ રિદ્ધિમા કપૂર પણ લગ્નમાં હાજરી આપવા પરિવાર સાથે મુંબઈ પહોંચી છે. અગાઉ, ફોટોગ્રાફરે એપાર્ટમેન્ટની અંદર સેલિબ્રિટી ડિઝાઈનર સબ્યસાચી મુખર્જી દ્વારા ડિઝાઈન કરેલા કપડાં લઈ જતી કારની તસવીર કેપ્ચર કરી હતી.