ગુરુવાર, 1 જાન્યુઆરી 2026
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 27 સપ્ટેમ્બર 2016 (17:20 IST)

રઈસની નવી રિલીજ ડેટ ... થઈ ગઈ નક્કી

January 26 2017
રઈસની નવી રિલીજ ડેટ માટે શાહરૂખ જેટલો મગજ લગાવી રહ્યા છે કદાચ કોઈ ફિલ્મ માટે લગાવ્યું હશે. પહેલા તો એમના જલવા હતા. મરજી હોય ત્યારે ફિલ્મ રિલીજ કરવાની ઘોષણા કરી દેતા હતા. એમના સામે આવવાથી લોકો ગભરાતા હતા અને પોતાની ફિલ્મોને આગળ-પાછળ કરી લેતા હતા, પણ હવે એવું ન રહ્યું . હવે તો શાહરૂખને એમની ફિલ્મ આગળ -પાછળ કરવા પડી રહી છે. 
રઈસને પહેલા એ સુલ્તાન સામે પ્રદર્શિત કરી રહ્યા હતા પછી એને એમની ફિલ્મ હટાવી લઈ અને રિતિક રોશનની કાબિલથી ટકકર લેવાનું વિચાર્યું પણ ખબર છે કે હવે એને પણ બદલી નાખ્યું છે. 
 
ઉલ્લેખનીય છે શાહરૂખ હવે એમની ફિલ્મ એક અઠવાડિયા પહેલા પ્રદર્શિત કરશે. સૂત્રો મુજબ શાહરૂખ 26 જાન્યુઆરીની જગ્યા 20 જાન્યુઆરી 2017 એ રિલીજ કરવાની યોજના બનાવી રહ્યા છે. જેથી જો ફિલ્મ બૉક્સ ઑફિસ પર સારું પ્રદર્શન કરશે તો બીજા અઠવાડિયામાં પણ લાભ થશે. સાથે જ એ રિતિકની ફિલ્મથી સીધી ટક્કરથી બચી જશે.