શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2017 (17:43 IST)

સાવકી દીકરીને લઈને સેફ સાથે ઝગડી કરીના.... જાણો વાત શુ છે ?

સેફ અલી ખાનની દીકરી સારા અલી ખાનના ડેબ્યૂને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે અને કહેવાય છે કે કરણ જોહરના બેનર હેઠળ તે  ડેબ્યૂ કરશે. પણ લાગી રહ્યું છે કે સારાનું કેરિયર સેફ અને તેમની પત્ની કરીના વચ્ચે વિવાદનું કારણ બની ગયું છે. 
જાણવા મળ્યુ છે કે સારાના ડેબ્યુ અને કેરિયરને લઈને સેફ અને કરીના વચ્ચે વર્તમાન દિવસોમાં વિવાદ ચાલી રહ્યો છે. આમ તો કરીના ઈચ્છે છે કે સારાનું ડેબ્યૂ કરણ જોહરની ફિલ્મ દ્વારા જ થાય કારણકે એ જોઈ રહી છે કે આલિયાએ તેમના બેનરથી લૉંચ કર્યા પછી કરણ કેવી રીતે આલિયાના કેરિયરને ઉભરાવી રહ્યા છે. 
 
આટલું જ નહી ફિલ્મ ઈંડસ્ટ્રીના બાકી નિર્દેશક અને પ્રોડ્યુસરની ફિલ્મો પણ કરણ જ આલિયાને જ અપાવે છે. તેથી કરીના માને છે કે સારાના કેરિયર માટે કરણનું સાથે હોવું જરૂરી છે. 
 
જ્યારે કે સેફ દીકરી સારાના કેરિયરમાં કરણનો હસ્તક્ષેપ બિલ્કુલ પસંદ નથી કરતા. સેફ કહે છે કે આલિયાને ફિલ્મોમાં લૉંચ કર્યા પછીથી આલિયાના કેરિયરમાં કરણનો હસ્તક્ષેપ વધી ગયો છે અને એ નથી ઈચ્છતા કે તેમની દીકરી સારા સાથે પણ આવુ જ થાય.  સેફ ઈચ્છે છે કે સારા પૂરી આઝાદી સાથે પોતાનુ કેરિયર બનાવે અને સ્વતંત્રતાથી જીવે.