જેલ જવાથી બચ્યા સલમાન ખાન, કાળા હરણ અને ચિંકારા શિકાર મામલામાં હાઈકોર્ટમાંથી મુક્ત

જોધપુર.| Last Modified સોમવાર, 25 જુલાઈ 2016 (11:26 IST)
હાઈકોર્ટે બોલીવુડ અભિનેતા સલમાન ખાનને મોટી રાહત આપતા કાળા હરણ અને ચિંકારા શિકારના મામલામાં મુક્ત કરવામાં આવ્યા છે.
સલમાને નીચલી કોર્ટમાંથી મળેલી સજાને જોધપુર હાઈકોર્ટમાં પડકાર આપ્યો હતો. નીચલી
કોર્ટે સલમાનના શિકારને બે જુદા જુદા મામલામાં ક્રમશ: એક વર્ષ અને પાંચ વર્ષની સજા સંભળાવી હતી. હાઈકોર્ટે મામલા પર મેના અંતિમ સપ્તાહમાંસુનાવણી પુરી કરી લીધી હતી. અને નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.

ગેરકાયદેસર શિકારના બે જુદા જુદા મામલામાં સલમાન ઉપરાંત સાત અન્ય આરોપી પણ સામેલ છે.
જોધપુરના સુરૂરવર્તી વિસ્તારના ભાવડમાં 26 સપ્ટેમ્બર, 1988ના રોજ અને આ વિસ્તારના ઘોડા ફાર્મ્સમાં 28 સ્પટેમ્બર 1998ના આ ગેરકાયદેસર રીતે શિકાર કરવામાં આવ્યો હતો. સલમાન એ સમયે જોધપુરમાં ફિલ્મ હમ સાથ સાથ હૈ નુ શૂટિંગ કરી રહ્યા હતા. સલમાન આ મામલે આ પહેલા જોધપુર જેલ જઈ ચુક્યા છે.આ પણ વાંચો :