શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (13:54 IST)

સલમાન જલ્દી કરવાના છે કેટરીના સાથે લગ્ન... સમાચાર થઈ રહ્યા છે વાયરલ

સલમાન ખાનના લગ્નને લઈને લાંબા સમયથી આ સમાચાર મીડિયામાં આવી રહ્યા છે તેમને કેટલીય વાર આ અંગે સવાલ પૂછવામાં આવી ચુક્યો છે પણ તેમણે ક્યારેય આ સવાલનો જવાબ સીધી રીતે નથી આપ્યો. પણ હવે જલ્દી જ તેમના લગ્ન થવાના છે. પણ હકીકતમાં નહી પણ રીલ લાઈફમાં.. 
 
સલમાન કરશે કેટરીના સાથે લગ્ન 
 
સલમાન હાલ ભારતનુ શૂટિંગ કરવામાં વ્યસ્ત છે.  આ ફિલ્મ સાથે જોડાયેલ એવા સમાચાર આવી રહ્યા છે કે સલમાન ખાન અને કેટરીના કૈફ જલ્દી જ લગ્ન કરવાના છે. તાજેતરમાં જ આ સીનના શૂટિંગની તૈયારી પૂરી કરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સલમાન અને કેટરીનાના આ ખાસ વેડિંગ સીકવેંસ દરમિયાન એક ગીત પણ ફિલ્માવાશે. ગીતને ફેમસ કોરિયોગ્રાફર વૈભવી મર્ચંટે કોરિયોગ્રાફ કર્યુ છે.  આ એક અપબીટ સોંગ હશે.  આ સીન માટે સમગ્ર સેટને ફૂલોથી ડેકોરેટ કરવામાં આવ્યુ છે. સેટ પરથી કેટરીનાની તસ્વીર પણ વાયરલ તહી છે જેમા તે બ્રાઈડલ લુકમાં દેખાય રહી છે. 
કેટરીનાનો છે ફિલ્મમાં દેશી અવતાર 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં કેટરીના કૈફનુ પાત્ર એકદમ દેશી છે.  આ જ કારણે મેકર્સ ઈચ્છે છે કે તેનુ લુક પણ અત્યારથી રીવીલ ન કરવામાં આવે.  ફિલ્મની રજુઆત તારીખમાં હજુ ઘણો સમય છે અને આવામાં મેકર્સ તેના લુકને દર્શકો માટે સરપ્રાઈઝ રાખવા માંગે છે.