ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , સોમવાર, 27 જુલાઈ 2015 (11:37 IST)

સલમાને યાકૂબને પણ 'મુન્ની' સમજી લીધી... ફાંસીનો કર્યો વિરોધ, માફી પણ માંગી

1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટના દોષી યાકૂબ મેમનની ફાંસીનો વિરોધ કરવાના 14 કલાક પછી જ બોલીવુડ સ્ટાર સલમાન ખાને રવિવારે સાંજે માફી માંગી લીધી. સલમાને આ વિશે ટ્વિટર પર લખ્યુ, "મારા પિતાએ મને ફોન કર્યો અને કહ્યુ કે મારા મારા ટ્વીટ્સ પરત લેવા જોઈએ. કારણ કે તેનાથી ગેરસમજ ઉભી થઈ શકે છે. તેથી હુ ટ્વીટ પરત લઉ છુ. હુ  કોઈપણ શરત વગર ગેરસમજ માટે માફી માંગુ છુ" બીજી બાજુ મુંબઈમાં સલમાનના ઘરની બહાર બીજેપી યુવા મોરચાના કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યુ. પોલીસે એક પ્રદર્શનકારીની ધરપકડ કરી.  મહારાષ્ટ્રના સતારામાં શિવસેનાએ સલમાનની ફિલ્મ બજરંગી ભાઈજાન બતાવી રહેલ એક સિનેમા હોલની બહાર જોરદાર હંગામો કર્યો. બીજી બાજુ દિલ્હીમાં હિન્દુ સેનાએ સલમાનનું પૂતળું ફુક્યુ. 
 
14 ટ્વીટ કરીને યાકૂબની ફાંસીનો વિરોધ કર્યો 
 
આ પહેલા સલમાને યાકૂબ મેમનને ફાંસી આપવાનો વિરોધ કર્યો હતો. સલમાને શનિવારે મોડી રાત્રે 49 મિનિટમાં કુલ 14 ટ્વીટ કરી યાકૂબનો સપોર્ટ કર્યો.  તેમણે પહેલુ ટ્વીટ  1:52 AM અને છેલ્લુ ટ્વીટ  2:41 AM પર કર્યુ. સલમાને ટ્વીટ કરી કહ્યુ કે એક નિર્દોષનુ મોત માણસાઈની હત્યા છે.  સલમાનના આ પગલાનો વિરોધ શરૂ થતા જ મુંબઈ પોલીસે તેમના ઘર બહાર સિક્યોરિટી વધારી દીધી. સલમાનના ઘરે ગેલેક્સી એપાર્ટમેંટની બહાર ઘણા પોલીસ ગોઠવવામાં આવ્યા.  તેમના ઘરની બહાર સિક્યોરિટી વધારવામં આવી. 
 
સલમાનના ટ્વીટ પર ભડક્યા નિકમ, બોલ્યા રાત્રે કેટલાક લોકો હોશમાં રહેતા નથી 
 
સલમાનના કમેંટથી આ કેસ સાથે જોડાયેલ સરકારી વકીલ ઉજ્જવલ નિકમ ભડકી ગયા. તેમણે સલમાન પર કાયદાકીય કાર્યવાહીની ચેતાવણી આપી છે. સરકારી વકીલ ઉજ્જવલ નિકમે કહ્યુ કે સલમાન ખાનનુ નિવેદન આપત્તિજનક છે. નિકમે કહ્યુ, "સલમાન પોતાની લોકપ્રિયતાનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. બીજી બાજુ કોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા છે. સલમાન કયા પુરાવાના આધાર પર આવુ કહી રહ્યા છે ? આનાથી 257 લોકોની હત્યાના દોષી પ્રત્યે સહાનુભૂતિ જન્મશે. અમે કાયદાકીય કાર્યવાહી પર વિચાર કરી રહ્યા છે. હુ સમજી શકુ છુ કે રાત્રે અનેકવાર લોકોને હોશ નથી રહેતો. આ કારણે હુ સલમાનને એક વધુ તક આપવાના પક્ષમાં છુ.  જોવાનુ એ છે કે સલમાન પોતાના ટ્વીટ પરત લે છે કે નહી. બીજી બાજુ એનસીપી સાંસદ માજિદ મેમને કહ્યુ કે લાખો લોકો યાકૂબને ફાંસી આપવા વિરુદ્ધ છે. આવામાં નિકમ કોણી કોણી વિરુદ્ધ કેસ કરશે. 
 
સલમાને શરીફને પણ કરી અપીલ 
 
સલમાને પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાજ શરીફને પણ અપીલ કરતા એક ટ્વીટ કર્યુ. તેમણે લખ્યુકે શરીફ સાહેબ તમને એક વિનંતી છે કે જો ટાઈગર તમારા દેશમાં છે તો પ્લીઝ બતાવી દો. ઉલ્લેખનીય છે કે યાકૂબને 30 જુલાઈના રોજ ફાંસી થવાની છે. 
 
સલીમે પુત્રનો બચાવ કર્યો 
 
સલીમ ખાને યાકૂબના ફાંસીનો વિરોધ કરનારા પોતાના પુત્ર સલમાન ખાનનો બચાવ કર્યો. એક ટીવી ચેનલ સાથે વાતચીતના દરમિયાન સલીમે કહ્યુ, "દરેક વ્યક્તિને પોતાના વિચાર પ્રદર્શિત કરવાનો હક છે. જો કે સલમાનના વિચાર આ કેસમાં વધુ મહત્વ નથી રાખતા. કારણ કે તેને આ વિશે વધુ કશુ ખબર નથી." સલમાનનો એક્ટર અને બીજેપી સાંસદ શત્રુધ્ન સિન્હા અને રજા મુરાદે પણ બચાવ કરતા કહ્યુ કે દેશમાં લોકતંત્ર છે અને કોઈને પણ પોતાની વાત કહેવાનો હક છે. 
 
સલમાન ખાનના ટ્વીટસ 
 
1. હેંગ ટાઈગર 
2. ભાઈકો ટાઈગર કે બદલે ફાંસી દી જા રહી હૈ.. અરે ટાઈગર કહાં હૈ ? 
3-4 ટાઈગર કી હી તો કમી હૈ ઈંડિયા મે. ટાઈગર કો લાવો. હમ તો અપની ફેમિલી પર મર જાયે. ટાઈગર, તુમ્હારા ભાઈ કુછ દિનો મે તુમ્હારે લિયે ફાંસી કે ફંદે પર ચઢવાલા હૈ. કોઈ સ્ટેટમેંટ. કોઈ એડ્રેસ. કુછ તો બોલો કિ તુમ થે. વાહ ભાઈ હો તો ઐસા મતલબ યાકૂબ મેમન. 
5. કૌન સા ટાઈગર કૈસા ટાઈગર કિધર હૈ ટાઈગર. સમજ રહા હૈ ટાઈગર. ક્યા સોચ કે નામ દિયા થા ઔર ક્યા માયને નિકાલ લિયા ઉસકા. 
6. એક ઈનોસેંટ કી હત્યા ઈંસાનિયત કા કત્લ હૈ. 
7. યાકૂબ મેમન પર પઢ કે કમેંટ કરના 
8. હટ 
9. ટાઈગર કો લાવો. 
10. ટાઈગર કો લાકર ફાંસી દો. દિખાને કે લિયે ઉસકે ભાઈ કો નહી. 
11. કિધર છુપા હૈ ટાઈગર ? યે કોઈ ટાઈગર નહી હૈ બિલ્લી હૈ ઔર હમ એક બિલ્લી કો નહી પકડ શકતે. 
12. શરીફ સાહબ એક દરખાસ્ત હૈ કિ અગર યે આપ કે મુલ્ક મેં હૈ તો પ્લીજ ઈત્તિલા કર દીજિયે. 
13. ઈસ દિન કા તીન દિન સે ઈંતજાર કર રહા થા. ઐસા કરને સે ડર રહા થા. લેકિન યહા એક વ્યક્તિ કી ફૈમિલી કી બાત હૈ. ભાઈ કો મત ફાંસી પર લટકાવો. લોમડી કો ફાંસી દો જો ભાગ ગયા હૈ. 
14. કિસીને ઉસે અભી તક ટાઈગર નહી કહા. વહ ઈસકા હકદાર નહી હૈ. હૈંગ દૈટ.. ફિલ્મ ઈન ધ બ્લેક્સ. 
 
યાકૂબના સપોર્ટમાં આવેલ અનેક નેતા-મુસ્લિમ ધર્મ ગુરૂ 
 
સલમાન ખાન જ નહી. યાકૂબને ફાંસી ન આપવાના સપોર્ટમાં અનેક નેતા અને મુસ્લિમ ધર્મ ગુરૂઓએ પણ અવાજ ઉઠાવ્યો છે.  હૈદરાબાદથી સાંસદ અસાદ્દદ્દીન ઓવૈસી પહેલા જ યાકૂબ સાથે ભેદભાવનો આરોપ લગાવી ચુક્યા છે.