ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 29 નવેમ્બર 2021 (14:39 IST)

‘અંતિમ’ના પ્રમોશન માટે સલમાન ખાન અમદાવાદમાં, સાબરમતી ગાંધી આશ્રમની લીધી મુલાકાત

પોતાની નવી ફિલ્મ ‘અંતિમ’ના પ્રમોશન માટે બોલિવૂડ અભિનેતા સલમાન ખાન આજે અમદાવાદની મુલાકાતે આવ્યાં છે. તેમણે આજે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. 10 મિનિટ સુધીની આ મુલાકાતમાં તેમણે રેંટિયો ચલાવ્યો હતો. સલમાનખાન શહેરમાં પહોંચતાં જ ગાંધી આશ્રમ પાસે ચાહકોના ટોળે ટોળા ઉમટ્યાં હતાં. તેમણે સૂતરની આંટી ગળામાં પહેરવાની જગ્યાએ હાથમાં વીંટી દીધી હતી.
 
બોલિવુડ અભિનેતા સલમાન ખાન લાંબા સમય બાદ ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. સલમાન ખાન અમદાવાદમાં આવતાં ની સાથે જ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા.ગાંધી આશ્રમમાં હદયકુંજ અને ગાંધીજીના રૂમની મુલાકાત કરી હતી.ગાંધી આશ્રમમાં સલામાને સૂતરની આંટી ગળામાં પહેરવાની જગ્યાએ હાથમાં લક્કીની જેમ પહેરી હતી અને રેંટિયો ચલાવ્યો હતો.ગાંધી આશ્રમમાં આવતા VIP મુલાકાતીઓને આશ્રમમાં સૂતરની આંટી પહેરાવીને સ્વાગત કરવામાં આવે છે તે પ્રમાણે જ સલમાનનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ ગળામાં પહેરાવવામાં આવેલી સૂતરની આંટી સલમાને હાથમાં પહેરી લીધી હતી અને હાથમાં પહેરીને જ આશ્રમની મુલાકાત કરી હતી.
 
સલમાન ખાને ગાંધીજીનો પારંપરિક રેટિયો પણ હાથમાં સૂતરની આંટી લક્કીની જેમ પહેરીને જ ચલાવ્યો હતો. ગાંધી આશ્રમથી સલમાન ખાન નીકળતા હતા તે દરમિયાન આશ્રમમાં આવેલ મુલાકતીઓ અને સલમાનના ચાહકોએ બેરીકેટિંગ તોડ્યા હતા અને સલમાનના ફોટો પાડવામાં તથા તેમની સાથે ફોટો પડાવવા માટે પડાપડી કરી હતી..આશ્રમથી નીકળતા સમયે પણ લોકો સલમાનની ગાડી ને પણ ઘેરી હતી.