શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 12 ઑગસ્ટ 2020 (09:40 IST)

સંજય દત્તનું ફેફ્સાનું કેન્સર અંતિમ તબક્કામાં, સારવાર માટે જઈ શકે છે અમેરિકા

સંજય દત્તના ફૈસ માટે આ ખરાબ સમાચાર છે. દત્ત ફેફસાના કૈસર સામે લડી રહ્યા છે. તેમને ત્રીજા સ્ટેજનુ એડવાંસ કેન્સર છે. રિપોર્ટ્સ મુજબ, તેઓ પોતાની સારવાર માટે અમેરિકા જઈ શકે છે. જો કે આ મામલે સંજય દત્ત તરફથી કોઈ નિવેદન આવ્યુ નથી અને તેમનો પરિવાર આવતીકાલે આ વિશે જાહેરાત કરી શકે છે.  છાતીમાં દુ:ખાવો અને શ્વાસ લેવામાં પરેશાનીની ફરિયાદ પછી તેમને 8 ઓગસ્ટના રો મુંબઈના લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતો.  ત્યા તેમનો કોવિડ-19 ટેસ્ટ થયો, જ્યારબાદ રિપોર્ટ્સ નેગેટિવ આવ્યો. બે દિવસ હોસ્પિટલમાં પસાર થયા પછી સંજય 10 ઓગસ્ટના રોજ ડિસ્ચાર્જ થઈને ઘરે પરત આવ્યા. 
 
હોસ્પિટલમાંથી પરત  ફર્યા પછી, તેમણે જાહેર કર્યું છે કે તેઓ સ્વસ્થ નથી અને તેમને મેડિકલ ટ્રીટમેંટની જરૂર છે.  ત્યારબાદ તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટ કરીને  કહ્યું કે તેઓ થોડા સમય માટે પોતાના કામમાંથી વિરામ લઈ રહ્યા છે. તેમણે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું- 'મિત્રો, હું મેડિકલ ટ્રીટમેંટ માટે   થોડો વિરામ લઈ રહ્યો છું. મારા મિત્રો અને ફેમિલી મારી સાથે છે અને હું ઇચ્છું છું કે મારા ફેંસ  પરેશાન ન થાય અને તેમના વિશે ફાલતુ અનુમાન પણ ન કરે. હું તમારા પ્રેમ અને પ્રાર્થના સાથે જલ્દી પાછો ફરીશ.
 
સંજય દત્ત પાસે અનેક પ્રોજેક્ટ્સ છે 
વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો સંજય દત્ત એકદમ વ્યસ્ત છે. ફિલ્મ 'સડક 2' માં તે આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂરની સાથે જોવા મળશે.


આ સિવાય તેમની ફિલ્મ ટોરબાઝ પણ થોડા સમય પછી રીલિઝ થવા જઈ રહી છે.. સાથે જ અભિનેતા કેજીએફ પાર્ટ 2 માં અભિનેતા યશ સાથે જોવા મળશે. તાજેતરમાં સંજય દત્તના કેજીએફ પાર્ટ 2 સાથે સંકળાયેલ લૂક પણ રિલીઝ કરવામાં આવ્યુ  છે, જેમાં સંજયના લુકની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ સિવાય તે અજય દેવગન સાથેની એક ફિલ્મમાં પણ કામ કરી રહ્યા છે. આ સમાચાર વાયરલ થતાની સાથે જ સંજય દત્તના ચાહકો સોશિયલ મીડિયા પર તેમની તંદુરસ્તી માટે પ્રાર્થના કરી રહ્યા છે.