સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 8 ઑગસ્ટ 2020 (17:16 IST)

રિયા ચક્રવર્તીએ ઈડીને સામે સુશાંત સિંહ રાજપૂતે પરિવાર પર લગાવ્યો મોટો આરોપ, એક્ટરના બનેવીને લઈને કર્યો દાવો

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં રોજ એક નવી પુરાવો કે ફરી એક નવી ખુલાસો સામે આવી જાય છે. આ કેસમાં આવતીકાલે સુશાંત સિંહ રાજપૂતના બૈક એકાઉંટના પ્રક્રિયામાં  ED  એ રિયા ચક્રવર્તી અને તેમના ભાઈ શૌવિકની લાકો પૂછપરછ કરી છે.  રિયા અને શૌવિક સુશાંતની ચાર કંપનીઓમાં ભાગીદાર હતા.  આ દરમિયાન  ED એ પૂછપરછમાં રિયા ચક્રવર્તીએ સુશાંતની ફૈમિલી પર અનેક સંગીન આરોપ લગાવ્યા છે. સમાચારનુ માનીએ તો લગભગ 9 કલાક સુધી ચાલેલી આ પૂછપરછમાં રિયા અનેક મહત્વના સવાલોના જવાબમાં મને કશુ યાદ નથી કહીને ટાળતી રહી. 
 
મીડિયા રિપોર્ટનુ માનીએ તો રિયાએ એ બધા આરોપોને નકારતા ખુદને નિર્દોષ બતાવી છે.  પોતાના નિવેદનમાં રિયાએ સુશાંતની ફેમિલી પર આરોપ લગાવતા કહ્યુ કે એક્ટરનો પરિવર ઈશ્યોરેંસના પૈસા મેળવવા માંગે છે, તેથી તેમને ફંસાવવામાં આવી રહી છે.  રિયાએ દાવો કર્યો છે કે સુશાંતનો પરિવાર  તેમને ફસાવીને સુશાંતના વીમાના પૈસાનો દાવો કરવા માંગે છે. રિયાએ એ પણ આરોપ લગાવ્યો છે કે સુશાંતનો પરિવાર ઈચ્છતો હતો કે  સુશાંત રિયા સાથે બ્રેકઅપ કરી લે.  પણ સુશાંત સંબંધો નિભાવવા માંગતો હતો. તેથી તેમણે પોતાના પરિવારથી દૂર રહેવુ શરૂ કરી દીધુ હતુ. રિયાએ કહ્યુ છે કે સુશાંતના બનેવી આ ષડયંત્ર પાછળ છે. અભિનેત્રીએ પોતાના બચાવમાં એ પણ કહ્યુ કે તે એક સારા પરિવારની છે, તેના પિતા પાસે પહેલાથી જ તેની માટે મોટી બચત છે અને તે બોલીવુદ ફિલ્મો દ્વારા પણ પોતાની કમાણી કરી રહી છે. 
 
ઉલ્લેખનીય છે કે રિયા ચક્રવર્તી, શૌવિક ચક્રવર્તી અને શ્રૃતિ મોદી પર મની લૉન્ડરિંગનો આરોપ લાગ્યો છે. સુશાંત સિંહ રાજપૂતના એકાઉંટમાં 2019  લગભગ 50 કરોડ રૂપિયા હતા, જે હવે ફક્ત 1 કરોડથી થોડા વધુ બચ્યા છે અને તેના ખાતામાંથી રિયા અને શૌવિકના ખાતામાં ઘણા ટ્રાંસફર થયા છે. આ કેસમાં રોજ કંઈક નવો ખુલાસો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તીની પ્રથમ મુલાકાત 14 એપ્રિલ 2019માં થઈ હતી જેના લગભગ 7-8 દિવસમાં જ રિયા સુશાંતના ઘરમાં જ રહેવા માંડી. આ દરમિયાન એક અઠવાડિયાની અંદર જ તે સુશાંતના ક્રેડિટ કાર્ડસ પર પાર્ટી કરવા લાગી હતી.  રિયા અને સુશાંતની સાથે મોટેભાગે તેમના ઘરમાં જ રહેવા લાગી હતી.  આ દરમિયાન એક અઠવાડિયાની અંદર જ તે સુશાંતના ક્રેડિટ  કાર્ડસ પર પાર્ટી કરવા માંડી.  રિયા અને સુશાંતની કૉલ ડીટેલ્સમાં જોવા મળ્યુ છે કે રિયાએ સુશાંત કરતા વધુ તેના ફ્લૈટમેટ સિદ્ધાર્થ પઠાની, હાઉસ કીપિંગ મેનેજર સૈમુઅલ મિરાંડા અને પીઆર મેનેજર શ્રૃતિ મોદી સાથે વાત કરી છે.રિયાએ સુશાંત સાથે ફક્ત  147 વાર વાત કરી હતી.