સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શનિવાર, 1 ઑગસ્ટ 2020 (12:19 IST)

સુશાંત સિંહની બહેને વડા પ્રધાનને કરી અપીલ, 'આખા મામલાની તત્કાલ તપાસ કરો'

સુશાંત સિંહ રાજપૂત કેસમાં દરરોજ નવો વળાંક આવી રહ્યો છે. શુક્રવારે રિયા ચક્રવર્તીએ એક વીડિયો બહાર પાડ્યો અને ન્યાયની માંગ કરી. હવે સુશાંતની બહેન શ્વેતા સિંહે પીએમ નરેન્દ્ર મોદીને ન્યાય માટે અપીલ કરી છે.
 
શ્વેતાએ ન્યાયની કરી માંગ
 
પીએમ નરેન્દ્ર મોદીને ટેગ કરતા શ્વેતા સિંહ કીર્તિએ લખ્યું છે કે - હું સુશાંત સિંહ રાજપૂતની બહેન છું અને હું આખા મામલાની તત્કાલ તપાસની વિનંતી કરું છું. અમે ભારતની ન્યાયિક પ્રણાલીમાં વિશ્વાસ રાખીએ છીએ અને કોઈપણ કિંમતે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ.  #JusticeForSushant #SatyamevaJayat.
 
આ ઉપરાંત શ્વેતાએ લખ્યું - ડિયર સર, મારું હ્રદય કહે છે કે તમે સત્ય માટે અને સત્ય સાથે ઉભા છો. અમે એક ખૂબ જ સાધારણ કુટુંબમાંથી આવ્યા છે. મારો ભાઈ બોલિવૂડમાં હતો  ત્યારેન તો તેનો  કોઈ ગોડફાધર હતો કે ન તો અમારો કોઈ છે. હું તમને વિનંતી કરું છું કે આ કેસ પર ધ્યાન આપો અને આ વાતનું ધ્યાન રાખો કે બધું યોગ્ય રીતે થાય અને  કોઈ પુરાવા સાથે કોઈ પ્રકારના છેડછાડ ન કરવામાં આવે.... ન્યાયની આશામા.. 
 
ઉલ્લેખનીય છે કે સુશાંતની બહેન શ્વેતા સિંઘ સતત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહી છે. તે સુશાંત માટે ન્યાયની માંગ કરી રહી છે. તેણે ભગવાનનો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું - ચાલો આપણે એક થઈએ, સત્ય માટે એક સાથે  ઉભા રહીએ.