સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શનિવાર, 25 જુલાઈ 2020 (19:48 IST)

સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા' થઈ રિલીઝ, અંકિતા લોખંડેએ કહ્યુ - એક અંતિમવાર

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા રિલીઝ થઈ છે. સુશાંતના ફેન્સ ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઇ રહ્યા હતા. સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ પણ આ ફિલ્મ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. ફિલ્મના પોસ્ટરને શેર કરતી વખતે અંકિતાએ લખ્યું હતું, 'પવિત્ર રિશ્તા' થી 'દિલ બેચારા'  સુધી ... એક છેલ્લી વાર'.
 
ખાસ વાત એ છે કે કોઈએ પણ ફિલ્મ જોવા માટે હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન નથી લેવાનુ. નૉન-સબ્સ્ક્રાઇબર્સ પણ આ ફિલ્મ નિ:શુલ્ક જોઈ શકશે. નોંધપાત્ર વાત એ છે કે ફિલ્મનું સંગીત એ.આર. રહેમાન એ આપ્યું છે. તે 2014 ની હોલીવુડ ફિલ્મ ધ ફૉલ્ટ ઇન અવર સ્ટાર્સની હિન્દી રિમેક છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

From #pavitrarishta to #dilbechara One last time !!!

A post shared by Ankita Lokhande (@lokhandeankita) on

 
ટાઇમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં કંગના રાનાવતે કહ્યું હતું કે, સુશાંત સિંહના નિધન બાદ મેં અંકિતા લોખંડે સાથે કૉલ પર વાત કરી હતી. હું જાણવા માંગતો હતી કે સુશાંત કેવા પ્રકારની પર્સાનાલિટી છે અને તેની સાથે શું થયું હતુ. અંકિતાએ મને કહ્યું હતું કે સુશાંત ટૂંક સમયમાં આટલી લોકપ્રિયતા મેળવ્યા પછી પણ જમીન સાથે જોડાયેલ માણસ હતો. જો કે, તે આ વાતને લઈને ખૂબ સેંસેટિવ હતો કે લોકો તેને કેવો સમજે છે. કંગનાના કહેવા પ્રમાણે, અંકિતાએ કહ્યું હતું કે સુશાંતનું ખૂબ અપમાન કરવામાં આવ્યું હતું, જે સહન કરવું મુશ્કેલ હતું.
 
અભિનેત્રીએ વધુમાં કહ્યુ હતું કે, "અંકિતાએ મને એમ પણ કહ્યું હતું કે સુશાંતને ફક્ત તેના કામથી જ મતલબ હતો. અંકિતાએ કહ્યું કે કંગના, સુશાંત એકદમ તારા જેવો હતો. તે પણ કોઈના વિશે ગોસિપ કરતો નહોતો અને પોતાના કામ પર ફોકસ કરતો હતો. તેની અંદર એ સ્મોલ ટાઉનવાળી પર્સનાલિટી હતી. બસ તેની અંદર તમારાથી અલગ એક આદત હતી કે તે ઈચ્છતો હતો કે લોકો તેને એક્સેપ્ટ કરે.