શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 31 જુલાઈ 2020 (20:30 IST)

સુશાંત મામલે લાગી રહેલા આરોપ પર રિયા ચક્રવર્તીએ મૌન તોડતા કહ્યુ - ભગવાન અને ન્યાય વ્યવસ્થા પર પૂર્ણ વિશ્વાસ

સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે લાગી રહેલા આરોપો પર અભિનેત્રી રિયા ચક્રવર્તીએ મૌન તોડતા કહ્યુ કે તેને ન્યાય વ્યવસ્થા અને ભગવાન પર પૂરો વિશ્વાસ છે. સુશાંતના પિતા કેકે સિંહે રિયા વિરુદ્ધ અનેક ગંભીર આરોપ લગાવતા ઘટના પર એફઆઈઆર નોંધાવી છે. 
 
રિયા ચક્રવર્તીએ વીડિયોના માધ્યમથી કહ્યુ - મને ઈશ્વર અને ન્યાયતંત્ર પર પૂર્ણ વિશ્વાસ છે. 
 
ઉલ્લેખનીય છે કે રિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી કેસને મુંબઈ પોલીસને ટ્રાંસફર કરવાની માંગ કરી. રિયાએ કહ્યુ કે તેનો સુશાંતની આત્મહત્યામાં કોઈ હાથ નથી. જો કે તેણે એ કબૂલ કર્યુ કે તે છેલ્લા એક વર્ષથી સુશાંત સિંહ રાજપૂત સાથે લિવ ઈનમાં રહેતી હતી. 
 
રિયાએ કહ્યુ કે તે 8 જૂનના રોજ સુશાંતનો ફ્લેટ છોડીને પોતાના ઘરે જતી રહી હતી. રિયાએ કહ્યુ કે સુશાંત ડિપ્રેશનમાં હતો અને એંટી ડિપ્રેશનની દવા લેતો હતો. આ ઉપરાંત રિયાએ કહ્યુ કે સીઆરપીસીની ધારા 177 મુજબ અપરાધિક મામલાની તપાસ સુનાવની ત્યા જ થઈ શકે છે જયા અપરાધ થયો હોય. આ સાથે જ તેમને કેસને મુંબઈ ટ્રાંસફર કરવાની માંગ કરી છે.