ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 22 જૂન 2020 (09:19 IST)

રિયા ચક્રવર્તીની વધી મુસીબત, સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો લાગ્યો ગંભીર આરોપ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી પોલીસે આ મામલે પોતાની કાર્યવાહી ઝડપી કરી લીધી છે. પોલીસ જાણ કરવાની કોશિશ કરી રહી છે કે એવુ તે શુ થયુ હતુ કે સુશાંતે સુસાઈડ કરવાનો નિર્ણય લીધો. આ દરમિયાન અભિનેત્રી રિયા ચક્રવર્તી માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. બિહારમાં સુશાંતના નિકટના મિત્ર પર કેસ નોંધવામા આવ્યો છે. 
 
સુશાંતના કેસમાં રિયાની વધી મુશ્કેલીઓ
 
એકટ્રેસ રિયા ચક્રવર્તી પર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે સુશાંતને આત્મહત્યા કરવા ઉશ્કેર્યો હતો.  મુઝફ્ફરપુરમાં પતાહીમાં રહેનાર કુંદન કુમારે રિયા ચક્રવર્તી પર આ ગંભીર આરોપ લગાવ્યો છે. શનિવારે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે આગામી 24 જૂનના સુનવણી કરવામાં આવશે.
 
કુંદન કુમાર અનુસાર રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતનો ઉપયોગ કર્યો હતો. રિયાએ સુશાંતને માનસિક અને આર્થિક રૂપથી હેરાન કરી દીધો હતો. કુંદનને એવુ પણ લાગી રહ્યુ છે કે જ્યારે રિયા સેટ થઈ ગઈ તો તેણે સુશાંતને છોડી દીધો. બીજી બાજુ કુંદન કુમારના વકીલે પણ કેટલીક એવી વાત બતાવી છે - મરા ક્લાયંટ સુશાંતના ખૂબ મોટા ફેન રહ્યા છે. તેમના સુસાઈડ પછી તેઓ ખૂબ પરેશાન છે. તેમણે IPCની ધારા 306 અને 420 હેઠળ મામલો નોંધાવ્યો છે. 
 
બોલિવૂડના દિગ્ગજો પણ મુશ્કેલીમાં
થોડા સમય પહેલા મુંબઈ પોલીસે રિયા ચક્રવર્તીએ 9 કલાક સુધી પુછપરછ કરી હતી. જ્યારે સુશાંતની આટલી નજીક હોવાથી એ જાણતી જ હોઇ કે સુશાંતે આવુ પગલુ કેમ ભર્યુ. થોડા દિવસ પહેલા જ એક બીજા વકીલે બોલિવૂડના દિગ્ગજ કલાકારો વિરૂદ્ધ અરજી કરી છે. આ યાદીમાં કરણ જૌહર, એકતા કપૂર જેવા દિગ્ગજ નામોનો સમાવેશ થાય છે.આ તમામ પર સુશાંતની કરિયર બરબાદ કરવાનો આરોપ લાગ્યો છે.