શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 16 જૂન 2020 (06:52 IST)

વાતચીતમાં જ સુશાંત સાથેની થનારી આ ઘટનાનો થઈ ગયો હતો આભાસ - મુકેશ ભટ્ટ

ફિલ્મ નિર્માતા મુકેશ ભટ્ટ દ્વારા સુશાંત સિંહ રાજપૂતના મોત અંગે એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. મુકેશ ભટ્ટે ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે તેમને ઘણા સમય પહેલા સમજાયું હતું કે સુશાંત સાથે બધુ બરાબર નથી.
મુકેશ ભટ્ટે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમને સમજાય ગયુ હતુ  કે સુશાંતના જીવનમાં કંઇ બરાબર નથી. તેમણે જણાવ્યું કે આ અંગે તેમણે મહેશ ભટ્ટ સાથે પણ વાત કરી હતી અને આ તરફ ઇશારો કર્યો હતો. મહેશે કહ્યું કે સુશાંત સાથે વાત કરતી વખતે સમજાયું ગયુ હતુ કે  કંઈક ગડબડ છે  તે સમયે બંને ફિલ્મ 'સડક 2' વિશે વાત કરી રહ્યા હતા.
 
વર્ષ 2020 ની શરૂઆત થઈ ત્યારથી, કંઈક ને કંઈક ખોટુ  થઈ રહ્યું છે. પહેલા ઇરફાન ખાન પછી ઋષિ કપૂર, ત્યારબાદ વાજિદ ખાન અને હવે અન્ય એક બોલિવૂડ સ્ટાર એટલે કે ના સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના  સમાચાર. સુશાંત સિંહ રાજપૂત તરફ નજર કરતાં, કોઈ નહોતુ કહી શકતુ કે તેમની અંદર કેટલી તકલીફો હતી.  તે કેટલી વસ્તુઓ શેર કરવા માંગતો હતો, પરંતુ દુર્ભાગ્યે, તે આ બધી વસ્તુઓ શેર કરી શક્યો નહીં. પરિણામે, તે અંદર ગૂંગળાયો અને આત્મહત્યા જેવા પગલા ભર્યા. બોલીવુડને આ મોટો ઝટકો મળ્યો છે. બોલિવૂડ સિવાય સામાન્ય લોકો અને જેઓ સુશાંતના ચાહક છે તે પણ માનવામાં અસમર્થ છે કે સુશાંત સિંહ રાજપૂત હવે આ દુનિયામાં નથી.
 
ઉલ્લેખનીય છે કે સુશાંતે રવિવારે 14 જૂનના રોજ મુંબઇ સ્થિત તેના ઘરે લટકીને આત્મહત્યા કરી હતી. સુશાંતની ચાલથી બધાને આશ્ચર્ય થયું. જો કે, એકબાજુ બોલીવુડના તમામ સ્ટાર્સ આ ઘટના પર શોક વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી બાજુ હેરસ્ટાઇલિસ્ટ સપના ભવનાની અને નિર્માતા નિખિલ દ્વિવેદી જેવી કેટલીક હસ્તીઓ આને ફિલ્મ ઉદ્યોગનો એક દંભ કહી રહ્યા છે.
 
સપના ભાવનાનીએ સુશાંત સાથેની એક તસવીર પોસ્ટ કરતા કહ્યુ કે - અહીં કોઈ કોઈનો  મિત્ર નથી, જ્યારે નિખિલે આ મામલે બોલિવૂડના બેવડા વલણ પર નિશાન તાક્યુ છે.
 
નિખિલે લખ્યું કે, 'કેટલીક વાર અમારી ફિલ્મ ઉદ્યોગનો દેખાવો મને શરમ માં નાખી દે છે.  મોટા મોટા તાકતવર લોકો ખૂબ જોર આપીને કહી રહ્યા છે કે તેમણ્રે સંપર્કમાં રહેવુ જોઈએ. પણ સત્ય એ છે કે તમે ટચમાં નહોતા કારણ કે તેનુ કેરિયર ગબડી રહ્યુ હતુ. શું તમે ઇમરાન ખાન, અભય દેઓલ અને અન્ય લોકોના સંપર્કમાં છો? ના.
 
ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહની અંતિમ વિધી ગઈકાલે સાંજે 4 વાગ્યે મુંબઇમાં થઈ ગઈ છે. તેમના પરિવારના સભ્યો તેમને વિદાય આપવા માટે મુંબઈ આવ્યા હતા.