શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :પટના. , બુધવાર, 29 જુલાઈ 2020 (08:28 IST)

સુશાંત સિંહ રાજપૂતના પિતાએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ નોંધાવી FIR, પૈસા, ઘરેણા અને ક્રેડિટ કાર્ડ લઈને જતી રહી

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતાએ પટનાના રાજીવનગરના પોલીસ મથકમાં અભિનેત્રી અને સુશાંતની ગર્લફ્રેંડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. રિયા પર પ્રેમમાં સુશાંતને ફસઆવીને તેના પૈસા પડાવી લેવા માટે અને તેને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લાગ્યો છે.  કેસ સંખ્યા 241/20 છે. પટનાથી ચાર પોલીસવાળાની ટીમ મુંબઈ પહોંચી ગઈ છે. 

સુશાંતસિંહ રાજપૂતના પિતાએ રિયા ચક્રવર્તી પર એફઆઈઆર નોંધાવ્યા પછી  આરોપ લગાવ્યો છે કે રિયાએ તેના પુત્રને બ્લેકમેલ કર્યો હતો. સુશાંત સિંહ રાજપૂતના પિતાએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, 'મારો પુત્ર ફિલ્મની લાઇન છોડીને કેરળમાં ઓર્ગેનિક ખેતી કરવા માંગતો હતો, તેનો મિત્ર મહેશ તેની સાથે કુર્ગ જવા માટે તૈયાર હતો. ત્યારે રિયાએ વિરોધ કરતા કહ્યુ કે તમે ક્યાય નહી જાવ,  અને જો તમે મારી વાત નહીં સાંભળો તો હું મીડિયામાં તમારો મેડિકલ રિપોર્ટ આપીશ અને બધાને કહીશ કે તમે પાગલ છો. '
સુશાંત સિંહ રાજપૂતના પિતાએ પોતાના નિવેદનમાં આગળ કહ્યું કે, “જ્યારે રિયાએ જોયું કે સુશાંત તેની વાત નથી માની રહ્યો અને તેનું  બેંક બેલેન્સ પણ ઘટી રહ્યુ છે તો ત્યારે તેને લાગ્યુ કે સુશાંતનો હવે તેના કોઈ કામનો નથી. એફઆઈઆરમાં  દાવો કરવામાં આવ્યો છે કે રિયા ચક્રવર્તી 8 જૂન સુધી સુશાંત રાજપૂત સાથે રહી હતી. તે પછી, તે બધા રોકડ, ઝવેરાત, લેપટોપ, પાસવર્ડ્સ, ક્રેડિટ કાર્ડ અને તેનો પિન નંબર, સુશાંત માટે જરૂરી તમામ દસ્તાવેજો અને સારવારના તમામ કાગળો સાથે લઈને જતી રહી. 
 
સુશાંત સિંહ રાજપૂર સુસાઈડ કેસમાં મુંબઈ પોલીસે રિયા ચક્રવર્તી સાથે લગભગ 11 કલાક પૂછપરછ કરી હતી. બીજી બાજુ થોડા દિવસ પહેલા રિયા ચક્રવર્તીએ કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી હતી.  સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ પોતાના બાંદ્રા સ્થિત ઘરમાં ફાંસી લગાવીને સુસાઈડ કરી લીધી હતી. 
 
પોલીસને તેમની પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નહોતી. સુશાંત સિંહના અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યુ હતુ કે તેના શરીર પર કોઈપણ પ્રકારના મારપીટના નિશાન મળ્યા નહોતા.   તેમા બતાવ્યુ હતુ કે તેમની મોત ફાંસીને કારણે દમ ઘૂટવાથી થઈ.  ત્યારબાદ તેમની પ્રોવિઝનલ વિસરા રિપોર્ટ સામે આવી હતી જેમા કહેવામાં આવ્યુ કે તેમના શરીરમાં કોઈપણ પ્રકારનુ કેમિકલ કે ઝેર મળ્યુ નથી. 
 
હવે સુશાંત સિંહ રાજપૂતની ફાઈનલ વિસરા રિપોર્ટ સામે આવી છે. ફાઈનલ વિસરા રિપોર્ટના આધાર પ પોલીસે કોઈપણ પ્રકારની ગડબડ થવાની વાત નકારી છે. વિસરા રિપોર્ટ પછી પોલીસે જણવ્યુ કે સુશાંતના શરીરમાં કોઈપણ પ્રકારનુ ઝેર કે રસાયણ પદાર્થ મળ્યો નથી. હવે પોલીસ સુશાંતના પેટ અને નખના ફોરેંસિક રિપોર્ટની રાહ જોઈ રહી છે. 
 
આ સાથે જ ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસ આ મામલે અત્યાર સુધી રિયા ચક્રવર્તી, આદિત્ય ચોપડા, સંજય લીલા ભંસાલી અને મહેશ ભટ્ટ સહિત ફિલ્મ ઈંડસ્ટ્રી સાથે જોડાયેલા અનેક મોટા ચેહરાની પૂછપરછ કરી ચુકી છે.   સાથે જ ટૂંક સમયમાં જ ફિલ્મ મેકર કરણ જોહરની પણ પૂછપરછ થશે.