1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 ઑગસ્ટ 2020 (15:23 IST)

ગુજરાત કેડરના બે IPS અધિકારી કરશે સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ

બોલીવુડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતના મોતની સીબીઆઇ તપાસ કરી રહી છે. એટલા માટે કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. સીબીઆઇની સ્પેશિયલ ઇંવેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) ગુજરાતના કેડરના બે આઇપીએસ મનોજ શશિધર અને ગગનદીપ ગંભીરને આ કેસની જવાબદારી સોંપવામાં આવી છે. સીબીઆઇ દ્વારા આજે આ કેસમાં પોતાની તરફથી એફઆઇઆર દાખલ કરી બિહાર પોલીસને આ કેસ સાથે જોડાયેલી તમામ જાણકારીનીક ખબર છે. 
 
આઇપીએસ ગગનદીપ ગંભીરને હોશિયાર ગણવામાં આવે છે. તેમણે ઘણા હાઇપ્રોફાઇલ કેસની તપાસ કરી છે. 2004 કેડરની ગગનદીપ બિહારના મુફજ્જફરની છે. ગગનદીપે પ્રાથમિક શિક્ષણ હોમટાઉનથી અને ઉચ્ચ શિક્ષણ પંજાબ યુનિવર્સિટીમાંથી પુરૂ કર્યું છે.
ગગનદીપ યુપીમાં ગેરકાયદેસર ખાણ ખનીજ કૌભાંડ અને બિહારના કૌંભાડની કેસ તપાસમાં સામેલ રહી છે. સુશાંત કેસમાં હવે ગગનદીપ ખાસ તપાસમાં સામેલ થશે. તેમના વિશે કહેવામાં આવે છે કે તેમણે હાઇપ્રોફાઇલ કેસ સારી રીતે ઉલેકલ્યા છે. ગગનદીપ ખૂબ એનેર્જેટિક, સ્માર્ટ અને શાર્પ માઇન્ડવાળી અધિકારી છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે સુશાંતની તપાસમાં સીબીઆઇએ પોતાનું કામ શરૂ કરી દીધું છે અને 6 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ છ લોકોમાં ઇંદ્રજીત, શોવિક ચક્રવર્તી, રિયા ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, સૈમ્યુઅલ મિરાંડ, શ્રૃતિ મોદીનું નામ સામેલ છે. તમને જણાવી દઇએ કે  સુશાંત સિંહ રાજપૂતનું 14મી જૂને મોત થયું હતું. તેમણે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના મોત બાદ દરેક જણ તેની સીબીઆઈ તપાસની માગણી કરી રહ્યાં હતાં.