1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 ઑગસ્ટ 2020 (14:37 IST)

ગેરકાયદે બંધાયેલી શ્રેય હોસ્પિટલે ઇમ્પેક્ટ-ફીનો લાભ લઈ લીધો હતો

અમદાવાદમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટયો છે. કેટલાક બાંધકામો પાયામાંથી જ ગેરકાયદે હોય છે, કેટલાકમાં પ્લાન પાસ થયા બાદ હેતુફેર કરી નખાય છે, કેટલાકમાં પાસ થયા કરતાં ઉપરના વધુ માળ ખેંચી કાઢવામાં આવે છે. શ્રેય હોસ્પિટલનો પ્લાન ગ્રાઉન્ડ ફલોર કોમર્શિયલ અને ઉપરના માળ રેસિડન્ટના હેતુવાળા બાંધવાના હતા. પરંતુ આખુ બિલ્ડીંગ જ ગેરકાયદે કોમર્સિયલ હેતુવાળી બાંધી કાઢયું હતું. જે પાછળથી ઇમ્પેક્ટ-ફીના કાયદમાં રેગ્યુલરાઇઝ કરાયું છે. આ અંગેની વિગતો એવી છે કે પશ્ચિમ ઝોનની ઓફિસની નજીક જ મેઇન રોડ પર કોમર્શિયલ બિલ્ડીંગ ગેરકાયદે બંધાઈ ગયું તે ટીડીઓવાળાને દેખાયું કે ના હતું ? આગની દુર્ઘટનામાં આઠ દર્દીઓના કરૂણ મૃત્યુ થયા તે શ્રેય હોસ્પિટલ ગેરકાયદે બંધાઈને 1996માં ચાલુ પણ થઇ ગઈ હતી. ત્યાર બાદ વર્ષો પછી ઇમ્પેક્ટ-ફીનો કાયદો આવ્યો ત્યાં સુધી કેમ તેને તોડી પાડવાના પગલાં લેવાયા ના હતા? બાજુના માર્જીનમાં બંધાઈ ગયેલી કેન્ટીન પણ ઇમ્પેક્ટ-ફીમાં આવરી લેવામાં આવી છે. કેન્ટીન બંધાતી હતી ત્યારે ટીડીઓવાળાએ તેને રોકવા નોટિસ આપી હતી ખરી ? કે પછી તેમની આંખે ગ્રીન અને પીંક નોટોના પાટા બંધાઇ ગયેલાં હતાં. આમ પણ હપ્તા ખાયને ગેરકાયદે બાંધકામ કરવા દેવા ટીડીઓવાળા ટેવાઇ ગયેલાં છે. આ ઉપરાંત ફાયર બ્રિગેડની એનઓસીની તારીખ પુરી થઇ ગયેલી હતી. ફાયર બ્રિગેડની એનઓસી એક્સપાયરી ડેટની હતી તો પછી તેને ફાયર બ્રિગેડે નોટિસ કેમ નહોતી આપી ?  આ હોસ્પિટલ ફાયરની એનઓસી તાજી નહોતી તો પછી કોરોનાના દર્દીઓ માટે પસંદ જ શા માટે કરવામાં આવી ? વગેરે પ્રશ્નોના મ્યુનિ. તંત્ર પાસે જવાબો નથી. શ્રેય હોસ્પિટલમાં બુધવારે રાતે આગની ઘટનાનો મેસેજ  મળતાં પોલીસે કાફલો દોડી ગયો હતા જો કે ત્યાં પહોચ્યા  બાદ  શ્રેય હોસ્પિટલ કોવિડ-19 હોવાની ખબર પડી હતી જેથી પોલીસ પણ એક સમયે તો હોસ્પિટલમાં જતાં પહેલા ડરતી હતી. પોલીસે ત્યાં જઇને જોયું તો આખી હોસ્પિટલમાં ઘૂમાડો છવાઇ ગયો હતો ફાયર બ્રિગેડે બારીના કાટ તોડયા બાદ પોલીસે આઇસીયુ વોર્ડની સામે જનરલ વોર્ડમાં સારવાર લઇ ગયેલા 41 દર્દીઓને બહાર કાઢીને એમ્બ્યુલન્સ મારફતે એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા હતા.