1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 9 ઑક્ટોબર 2024 (16:50 IST)

65 ની વયમાં સંજય દત્તે ફરી કર્યા લગ્ન, પત્નીનો હાથ પકડીને લીધા 7 ફેરા, વીડિયો વાયરલ

sanjay dutt
sanjay dutt
સંજય દત્ત પોતાની ત્રીજી પત્ની માન્યતા સાથે પોતાની હેપ્પી મેરિડ લાઈફ એંજોય કરી રહ્યા છે. આ દરમિયાન કપલનો એક વીડિયો સામે આવ્યો છે. જેમા બંનેના અગ્નિના સાત ફેરા લેતા જોઈ શકાય છે. વીડિયોમાં સંજય દત્ત ભગવા રંગના કપડામાં જોવા મળી રહ્યો છે અને માન્યતા સફેદ સલવાર સૂટમાં દેખાય રહી છે.  
 
સંજયદત્ત બોલીવુડમાં જ નહી હવે સાઉથ ફિલ્મોમાં પણ પોતાની ફૈન ફોલોઈંગને વધારવામાં લાગ્યો છે. 
 
 છેલ્લા કેટલાક વર્ષોમાં, તે લીઓ થી લઈને કેજીએફ ચેપ્ટર 2 જેવી ઘણી બ્લોકબસ્ટર દક્ષિણ ભારતીય ફિલ્મોમાં દેખાયો છે. સંજય દત્ત માત્ર તેની પ્રોફેશનલ લાઈફ જ નહીં પરંતુ તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. એક્ટરનું અફેર હોય કે ત્રણ લગ્ન, તેની લવ લાઈફ સાથે જોડાયેલી વાતો કોઈનાથી છુપી નથી.  સંજય દત્ત અને માન્યતા દત્ત ઇન્ડસ્ટ્રીના સૌથી ફેવરિટ કપલ્સમાંથી એક છે. આ દરમિયાન, અભિનેતાનો એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ત્રણ વખત લગ્ન કરી ચુકેલા સંજય દત્ત ચોથી વખત ડુબકી લેતા જોવા મળે છે.

 
સંજય દત્તે માન્યતા સાથે કરી પૂજા 
વીડિયોમાં સંજય દત્ત સાથે તેમની લેડી લવ માન્યતા દત્ત જોવા મળી રહી છે. જેમા બંનેને બીજીવાર સાથે સાત ફેરા લેતા જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર સંજય દત્ત અને માન્યતા દત્તનો જે વીડિયો સામે આવ્યો છે તેમા બોલીવુડ કપલને પોતાના ઘરનીએ બાલ્કનીમાં મુકેલ હવન કુંડની આસપાસ ફેરા લેતા જોઈ શકાય છે. વીડિયોમાં સંજય દત્તે જ્યા ભગવા રંગનો ધોતી કુરતા અને દુપટ્ટો પહેર્યો છે તો બીજી બાજુ માન્યતા સફેદ રંગના સૂટમાં છે. 
 
નવરાત્રીના અવસર પર સંજય દત્તે પોતાની પત્ની સાથે લીધા ફેરા 
 ઉલ્લેખનીય છે કે સંજય દત્તના ઘરમાં છેલ્લા કેટલાક સમયથી રેનોવેશનનુ કામ ચાલી રહ્યુ હતુ. ઘરનુ કામ પુરૂ થવા બદલ અને નવરાત્રીનો શુભ પર્વ થવા પર સંજય દત્તે પોતાના ઘરમાં પૂજાનુ આયોજન કર્યુ હતુ. આ પૂજા દરમિયાન સંજય દત્ત અને માન્યતા દત્તે સાત ફેરા લીધા. બંનેના અગ્નિકુંડ પાસે ફેરા લેઆ આ પૂજાનો જ  એક ભાગ હતો.  
 
135થી વધુ ફિલ્મો અને ત્રણ લગ્ન 
સંજય દત્તની પ્રોફેશનલ લાઈફ સાથે તેમની પર્સનલ લાઈફ પણ ખૂબ ચર્ચામાં રહી છે.  પોતાના ચાર દસકાના કરિયરમાં સંજય દત્તે 135 થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે. 65 વર્ષના સંજય દત્તે ત્રણ ત્રણ લગ્ન કર્યા છે.  તેણે પ્રથમ લગ્ન 1987માં રિચા શર્મા સાથે કર્યા હતા. પરંતુ, 1996માં બ્રેઈન ટ્યુમરને કારણે રિચાનું અવસાન થયું હતું. આ પછી તેણે અભિનેત્રી રિયા પિલ્લઈ સાથે લગ્ન કર્યા, પરંતુ આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં. આ પછી સંજય દત્તે માન્યતા સાથે ત્રીજા લગ્ન કર્યા. આ લગ્નથી બંનેને 2 બાળકો છે.