ટીવી પર કિંગ ખાન કમબેક, આ શો ને કરશે હોસ્ટ
શાહરૂખ ખાન ટૂંક સમયમાં જ નાના પડદા પર બીજીવાર જોવા મળશે અને આ વખતે તેઓ કોઈ શો માં ફિલ્મ પ્રમોશન માટે નહી પણ પોતાનો જ શો લઈને આવે રહ્યા છે.
ટેડનો અર્થ છે - તકનીક, મનોરંજન અને ડિઝાઈન. આની લોંચ ડેટનો હજુ ખુલાસો થયો નથી અને પહેલા સ્પાકર્સની માહિતીને હાલ છુપાવીને રાખવામાં આવી છે. હજુ સુધી ફક્ત આ વાતનો ખુલાસો થયો છે કે આ શો નો પ્રથમ એપિસોડમાં એક મેલ અન એક ફીમેલ સ્પીકર રહેશે.
શાહરૂખે એક પ્રેસ કૉન્ફેસમાં કહ્યુ, મારુ માનવુ છે, ટેડ ટૉક્સ - નવો વિચાર ભારતભરના લોકોને પ્રેરિત કરશે. આ એક એવો કૉન્સેપ્ટ છે જેનાથી હુ જોડાયેલો અનુભવુ છુ. મારુ માનવુ છે કે મીડિયા ફક્ત એક સીડી છે જે ફેરફાર માટે તમને પ્રેરિત કરી શકે છે. આ શો માં જુદા વિચાર પર ચર્ચા અને વાતચીત કરવામાં આવશે.
શુ છે શાહરૂખના શો નો કૉન્સેપ્ટ
શાહરૂખનો શો વીડિયો સીરીઝ TEDTalks પર આધારિત છે. જેમા જુદા જુદા ક્ષેત્રોના લોકો જીંદગી સાથે જોડાયેલી સમસ્યાઓને સામે રાખે છે. વીડિયો સીરીઝમાં અનેક ફીલ્ડ્સના લોકો સ્પીકરના રૂપમાં આવીને પોતાનુ વિઝન શેયર કરે છે.
ઉલ્લેખનીય છે TEDની ફુલ ફોર્મ Technology, Entertainment અને Design છે અને શો ના આધાર પણ આ જ ત્રણ વસ્તુ છે. તેની શરૂઆત એક કૉંફેસના રૂપમાં 1984થી થઈ હતી.