શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 18 ફેબ્રુઆરી 2017 (12:27 IST)

શિલ્પા શેટ્ટીની વેબસાઈટ લોન્ચ દરમિયાન પુત્ર વિવાન પણ ચર્ચામાં

બોલીવુડ સ્ટાર શિલ્પ શેટ્ટી કુંદ્રાએ 'ધ ફ્લાઈંગ જટ્ટ' એક્ટર ટાઈગર શ્રોફ અને પોતાના પતિ રાજ કુંદ્રા, મા સુનંદા શેટ્ટી, બહેન શમિતા શેટ્ટીની હાજરીમાં પોતાની 'હેલ્થ એંડ વેલનેસ' વેબસાઈટ લોન્ચ કરી. આ સમગ્ર ઈવેંટમાં બધા જાણીતા નામ વચ્ચે જેણે પોતાનુ ધ્યાન બધા તરફ ખેચ્યુ હતો. શિલ્પા શેટ્ટીનુ પુત્ર વિવાન. 41 વર્ષીય શિલ્પા આ વયમાં પણ યોગ અને અન્ય રીતે ખુદને ફિટ રાખે છે અને તેની આ વેબસાઈટમાં હેલ્ધી રેસીપી અને વ્યાયામના જુદી જુદી રીતે સુઝવશે.   વેબસાઈટ theshilpashetty.comની લોન્ચિંગમાં શિલ્પા ઉપરાંત ટાઈગર શ્રોફ અને વિવાન સ્ટેજ પર હતો. વિવાને સેટ પર ટાઈગર શ્રોફ સાથે મસલ્સ બતાવ્યા અને પોતાના ફેવરેટ ફ્લાઈંગ જટ્ટવાળો પોઝ આપીને ફોટા પણ પાડ્યા. 
 
સ્ટેજ પર ટાઈગર શ્રોફ શિલ્પા શેટ્ટી અને વિવાન ત્રણેય બ્લેક આઉટફિટમાં હતા અને ત્રણેયની ટીશર્ટ પર ડિઝાઈનર ફૉંટમાં શિલ્પાની વેબસાઈટ સ્વસ્થ રહો-મસ્ત રહો લખેલી હતી. ત્રણેય સાથે એક તસ્વીર બિઝનેસમેન રાજ કુંદ્રાએ શૂટ કર્યુ છે.  જેના કેપ્શનમાં તેમણે લખ્યુ - મારા પુત્ર માટે મારી પત્નીના વેલનેચ ચેનલની લોન્ચ દરમિયાન ટાઈગર શ્રોફને મળવુ એક ફૈન મોમેંટ હતો. રાજે એક અન્ય  તસ્વીર ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરતા વેબસાઈટની લિંક આપી છે. આ તસ્વીર અસલમાં અનેક તસ્વીરોને મિક્સ કરીને બનાવેલ એક કોલાજ છે. ઉલ્લેખનીય છે કે વેબસાઈટને ત્રણ રીતે વહેંચવામાં આવી છે.  આર્ટ ઓફ લિવિંગ ફૂડ, જેમા ફૂડ અને ન્યૂટ્રિશન સાથે સંબંધિત વીડિયો જોવા મળશે. ધ આર્ટ ઓફ સ્ટ્રેદનિંગ જેમા વર્કઆઉટ અને ફિટનેસ સાથે સંબંધિત વીડિયો હશે.  અને અંતમા હશે ધ આર્ટ ઓફ બેલેંસ યોગા શ્રેણી.. 
 
વેબસાઈટ પર આ ઉપરાંત યોગ, વજન ઘટાવવા સાથે જોડાયેલ પોગ્રામને સામેલ કરવામાં આવશે. એટલુ જ નહી શિલ્પા આના દ્વારા લોકોને સ્વસ્થ ભોજન બનાવવાના ટિપ્સ પણ આપશે અને યોગ આસન પણ કરીને બતાવશે.  શિલ્પા શેટ્ટી ઉપરાંત લારા દત્તા અને બિપાશા બાસુ પણ પોતાની ફિટનેસ વીડિયો લોંચ કરી ચુકી છે.  ઉલ્લેખનીય છેકે શિલ્પા શેટ્ટી અંતિમવાર ડાંસ રિયાલિટી શો સુપર ડાંસરમાં જજના રૂપમાં આવી હતી.  આ શો માં શિલ્પા સાથે અનુરાગ બાસુ અને ગીતા કપૂર પણ હતી.