બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 22 ઑગસ્ટ 2024 (11:56 IST)

Stree 2 ની હિટ પછી ઈસ્ટાગ્રામની ક્વીન બની શ્રદ્ધા કપૂર, એટલા વધી ગયા ફોલોઅર્સ કે આ હસ્તીઓને છોડી પાછળ

Shraddha Kapoor
Shraddha Kapoor
 
સ્ત્રી 2 બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ ચુકી છે. આ મૂવીના કેટલાક રેકોર્ડ તૂટ્યા છે અને કેટલાક નવા રેકોર્ડ્સ પણ બન્યા છે. આ મૂવીમાં અક્ટિંગ કરનારી શ્રદ્ધા કપૂરના ફેંસ તેમના અભિનયના વખાણ કરતા થાકી રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મની રજુઆત પછી શ્રદ્ધા કપૂરની ફેન ફોલોઈંગ ખૂબ વધી ગઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈસ્ટાગ્રામ પર પણ શ્રદ્ધા કપૂરની ફેન ફોલોઈંગને વધતી જોઈ શકાય છે. 
 
શ્રદ્ધાના 91.5 મિલિયન ફોલોઅર્સ 
બોલીવુડને વન ઓફ ધ મોસ્ટ પોપુલર અભિનેત્રીને ઈસ્ટાગ્રામ પર 91.5 મિલિયન યૂઝર્સ ફોલો કરે છે.. તમારી જાણકારી માટે બતાવી દઈએ કે શ્રદ્ધા કપૂર ઈસ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવનારી ત્રીજી ભારતીય સેલેબ્રિટી બની ચુકી છે. જ્યા ઈસ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવનારા ભારતીય વિરાટ કોહલી છે તો બીજી  બાજુ પ્રિયંકા ચોપરાએ આ મામલે બીજુ સ્થાન મેળવ્યુ છે. 

 
કોણા કેટલા ફોલોઅર્સ ?
અત્રે એ ઉલ્લેખનીય છે કે ક્રિકેટના લીજેંટ વિરાટ કોહલીને 270 મિલિયન યૂઝર્સ ફોલો કરે છે. દેશી ગર્લ પ્રિયંકા ચોપડા જોનસને 91.8 મિલિયન ફોલોઅર્સ છે. જે હિસાબથી શ્રદ્ધા કપૂરના ફોલોઅર્સ વધી રહ્યા છે ખૂબ જલ્દી જ આ બોલીવુડ હસીન ફોલોઅર્સના મામલે પ્રિયંકા ચોપડાને ટક્કર આપી શકે છે. બંને અભિનેત્રીઓ વચ્ચે ફક્ત મિલિયન ફોલોઅર્સનુ અંતર છે. 
 
સ્ત્રીએ 2 એ કર્યુ એંટરટેન 
સ્ત્રી 2 લોકોને ખૂબ વધુ એંટરટેન કરી રહી છે. 15 ઓગસ્ટ રજુ થયેલી આ ફિલ્મ સારી એવી કમાણી કરી રહી છે. અંદાજ લગાવી શકાય છેકે આવનારા અઠવાડિયામાં આ ફિલ્મની કમાણી વધી શકે છે. કુલ મળીને લોકો મોટા પડદા પર આ ફિલ્મને જોઈને ખૂબ વધુ એંજોય કરી રહ્યા છે. આ ફિલ્મની હિટ પછી જ શ્રદ્ધા કપૂરના ફોલોઅર્સ આટલા વધી ચુક્યા છે.