બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 20 ઑગસ્ટ 2024 (12:42 IST)

અનુષ્કા-વિરાટના પુત્ર અકાયની પહેલી રક્ષા બંધન, બહેન વામિકાએ બાંધી રાખડી, અનુષ્કાએ બતાવી એક ઝલક

akaay kohli
akaay kohli
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના બાળકો અકાય અને વામિકાએ આ વર્ષે પોતાની પહેલી રક્ષાબંધન સેલિબ્રેટ કરી, જેની એક ઝલક અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા હૈંડલ દ્વારા ફેંસ સાથે શેયર કરી છે. જો કે આ તસ્વીરમાં પણ તેમણે પોતાના બાળકોની ઝલક બતાવી નથી. 
 
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ વર્ષે ફ્રેબ્રુઆરીમાં પોતાના પુત્ર અકાયનુ આ દુનિયામાં સ્વાગત કર્યુ હતુ. અભિનેત્રી હાલ્પોતાના ક્રિકેટર પતિ અને બંને બાળક્કો સાથે લંડનમાં છે. સોમવારે આખા દેશમાં રક્ષાબંધનનો તહેવાર સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો અને અનુષ્કા-વિરાટના પુત્ર અકાય અને પુત્રી વામિકાની આ પહેલી રક્ષાબંધન હતી. 19 ઓગસ્ટના રોજ અકાયે બહેન વામિકાની સાથે પહેલી રક્ષા બંધન સેલિબ્રેટ કરી. જેની એક ખૂબ જ સુંદર તસ્વીર ઈસ્ટાગ્રામ સ્ટોરી પર શેયર કરી છે. જો કે તેમણે હજુ પણ ફેંસને પોતાના બાળકોને ચેહરો બતાવ્યો નથી. 
 
અનુષ્કાએ શેયર કરી રક્ષા બંધન સેલિબ્રેશનની એક ઝલક 
ફોટોની વાત કરીએ તો અનુષ્કા શર્માએ પોતાના ઘરેથી રક્ષાબંદન સેલિબ્રેશનની ઝલક બતાવી. જેમા બે હાથથી બનેલી રાખડીઓની તસ્વીર જે કારના આકારની છે. બંને રાખડીઓમાં કાળા અને સફેદ બટન છે અને ઉપર ગુગલી આંખો જોઈ શકાય છે.  ફોટો શેયર કરતા કેપ્શનમાં લખ્યુ - હેપ્પી રક્ષા બંધન,  આ સાથે જ તેમને બે પિંક હાર્ટ ઈમોજી પણ બનાવી છે. 
 
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અનુષ્કા 
અનુષ્કા લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી, પણ તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને મોટેભાગે ફેંસની સાથે પોતાના બાળકો સાથે સંકળાયેલા અપડેટ શેયર કરે છે. આ પહેલા અનુષ્કાએ અકાય અને વામિકાની પોપ્સિકલ્સનો આનંદ ઉઠાવતી ફોટો શેયર કરી હતી. જેમા પહેલીવાર કપલના પુત્ર અકાયનો હાથ જોવા મળ્યો હતો.  ફોટોમાં બે વાડકા હતા જેમા રંગબેરંગી પોપ્સિકલ્સ ભર્યા હતા અને એક વાડકામાં કાકડી અને ગાજર મુકેલા હતા. તસ્વીરમાં અકાયનો નાનકડો હાથ પણ જોવા મળી રહ્યો હતો. 
 
ફેબ્રુઆરી 2024માં આપ્યો હતો પુત્રને જન્મ 
ઉલ્લેખનીય છે કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 2017માં ઈટલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા, ત્યારપછી બંનેએ 11 જાન્યુઆરી 2021ના રોજ તેમની દીકરી વામિકાને આ દુનિયામાં આવકારી હતી. આ પછી, 2024 ની શરૂઆતમાં, અભિનેત્રીએ તેના પુત્ર અકાયને જન્મ આપ્યો. પોતાના બાળકોની પ્રાઈવસીના કારણે કપલ તેમને લાઈમલાઈટથી દૂર રાખે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અનુષ્કા શર્મા 2022માં 'કલા'માં કેમિયો કરતી જોવા મળી હતી. હવે તેની 'ચકદા એક્સપ્રેસ' રિલીઝ થશે, જેની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.