સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 24 ઑક્ટોબર 2024 (17:22 IST)

પુષ્પા 2 મા અલ્લુ અર્જુન સાથે આઈટમ સોંગ કરશે શ્રદ્ધા કપૂર

પુષ્પા2ની ઉત્સુકતા ચરમસીમાએ છે. છેલ્લા ઘણા દિવસોથી અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પુષ્પા 2' ઘણા સમયથી ચર્ચામાં છે. છેલ્લા કેટલાક મહિનાઓથી 'પુષ્પા 2'ને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના અપડેટ્સ આવી રહ્યા છે. જ્યારે 'પુષ્પા' રીલિઝ થઈ ત્યારે તેના ગીત 'યુ અંતવા'એ ભારે ધૂમ મચાવી હતી. બધાને સામંથા અને અલ્લુ અર્જુનનો જબરદસ્ત ડાન્સ ગમ્યો. હવે બધાને ઉત્સુકતા હતી કે 'પુષ્પા 2'માં અલ્લુ અર્જુન સાથે આઈટમ સોંગ્સમાં કોણ જોવા મળશે. અંતે પડદો હટી ગયો છે ઘણા લોકોએ વિચાર્યું કે પહેલા ભાગની જેમ 'પુષ્પા 2'માં પણ સામંથા અને અલ્લુ અર્જુનનુ ડાન્સ પરફોર્મન્સ જોવા મળશે. પરંતુ હવે આવુ નહી થાય. 
 
અભિનેત્રી શ્રદ્ધા કપૂર 'પુષ્પા 2'માં અલ્લુ અર્જુન સાથે જોવા મળશે. નિર્માતાઓએ ઘણી અભિનેત્રીઓના નામ ફાઇનલ કર્યા છે અને શ્રદ્ધાના નામને મંજૂરી આપી દીધી છે. અલબત્ત, સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. 'પુષ્પા ધ રાઇઝ'માં પુષ્પાનો લુક અને કેરેક્ટર સ્ટાઈલ લોકોને પસંદ આવી હતી. આ પછી હવે ફેન્સને ઉત્સુકતા છે કે આગળના ભાગમાં શું થશે. હવે ફિલ્મ 'પુષ્પા 2 ધ રૂલ' 6 ડિસેમ્બર 2024ના રોજ રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના ફરી એકવાર અલ્લુ અર્જુન સાથે મોટા પડદા પર જોવા મળશે. આ ઉપરાંત ફહદ ફાઝીલ પણ ફરી એકવાર પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે. સુકુમારે ફિલ્મના નિર્દેશનની જવાબદારી લીધી છે.