સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 24 ઑક્ટોબર 2024 (13:44 IST)

ડિમ્પલ કપાડિયાએ પુત્રી ટ્વિંકલ સાથે ફોટો લેવાની ના પાડતા થઈ ટ્રોલ

dimple kapadiya
dimple kapadiya
ફિલ્મ ઈંડસ્ટ્રીની દિગ્ગજ અભિનેત્રી ડિમ્પલ કપાડિયા એક સમયે પોતાની એક્ટિંગ અને સુંદરતા દ્વારા નામ કમાવ્યુ. હાલ તે પોતાની ફિલ્મ ગો નાની ગો ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ ડિમ્પલ કપાડિયા ટ્વિંટકલ ખન્ના અને અક્ષય કુમાર મુંબઈમાં એક ઈવેંટમાં સામેલ થયા. આ ઈવેંટનો ડિમ્પલ કપાડિયાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ડિમ્પલ કપાડિયા પૈપરાજી સાથે ફોટો પોઝ આપતી જોવા મળી રહી છે. ટ્વિંકલને જોઈને પૈપરાજી ડિમ્પલને પુત્રી સાથે પોઝ અપવા માટે કહે છે પણ ડિમ્પલે ટ્વિંકલ સાથે ફોટો લેવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. 
 
જ્યારે ડિમ્પલ કપાડિયાને ટ્વિંકલ સાથે પોઝ આપવા માટે કહેવામાં આવ્યુ તો તેમણે કહ્યુ, હુ જૂનિયર્સ સાથે પોઝ નથી આપતી. ડિમ્પલ કપાડિયાનો આ વીડિયો વાયરલ થઈ ગયો છે.  પૈપરાજીએ ઈસ્ટાગ્રામ પેજ પરથી શેયર કરો આ વીડિયો વાયરલ થઈ ગયો છે. પુત્રી સાથે ફોટો ખેચવા માટે ના પાડીને અને તેને જૂનિયર કહેવા માટે ડિમ્પલ કપાડિયાને નેટિજન્સએ ટ્રોલ કરી છે. અનેક લોકોએ તેની તુલના જયા બચ્ચન સાથે કરી છે. નેટિજેંસે જયા બચ્ચન પાર્ટ 2, શુ અહી જૂનિયર સીનિયર છે?, વરિષ્ઠ નાગરિકોનુ સમ્માન કરો, જયા બચ્ચન 2.0 જેવી ટિપ્પણીઓ કરી છે. 

 
ડિમ્પલ અને ટ્વિંકલ લાગી રહી હતી ગ્લેમરસ 
સામે આવેલા વીડિયોમાં ડિમ્પલ કાપડિયા સફેદ લૂઝ ડ્રેસ સાથે બ્રાઉન કલરનું શ્રગ સ્ટાઇલ જેકેટ પહેરેલી જોવા મળી હતી. ટ્વિંકલ ખન્નાએ આ ખાસ ઈવેન્ટ માટે પીળી અને ગોલ્ડન સાડી પહેરી હતી સાથે ગોલ્ડન જ્વેલરીમાં સ્ટાઈલ લૂક લાગતો હતો.
 
'ગો નોની ગો' ફિલ્મમા મા દિકરી સાથે 
'ગો નોની ગો'ની વાત કરીએ તો મોમ ડિમ્પલની આ ફિલ્મ ટ્વિંકલ ખન્નાએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં માનવ કૌલ અને આથિયા શેટ્ટી પણ છે. ડિમ્પલની વાત કરીએ તો, તે છેલ્લે શાહિદ કપૂર અને કૃતિ સેનન સ્ટારર 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા'માં જોવા મળી હતી.