સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 18 જૂન 2024 (13:55 IST)

Alka Yagnik: દુર્લભ શારીરિક સમસ્યાનો સામનો કરી રહી છે અલકા યાગ્નિક, સાભળવાની ક્ષમતા થઈ ઓછી

જાણીતી ગાયિકા અલકા યાગ્નિક એક દુર્લભ શારીરિક બીમારીનો સામનો કરી રહી છે. જેને કારણે તેની સાંભળવાની ક્ષમતા પર અસર પડી રહી છે. તેણે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેયર કરી આની માહિતી આપી છે.   

 
અલકા યાગ્નિક એક જાણીતી ભારતીય ગાયિકા છે. તે નેવુના દસકાની ફેમસ ગાયિકાઓમાંથી એક છે. સંગીત સાથે તેમના સંબંધો જૂના રહ્યા છે. તે લગભગ ચાર દસકાથી પણ વધુ સમયથી પોતાના ગીતો દ્વારા લોકોનુ મનોરંજન કરતી આવી છે.  તેમણે આ દરમિયાન તૂ શાયર હૈ મે તેરી શાયરી, ગલી મે આજ ચાંદ નિકલા, અગર તુમ સાથ હો, જેવા અનેક સુપરહિત ગીતને પોતાનો અવાજ આપ્યો છે. તાજેતરમાં જ તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉંટ પર એક એવી માહિતી શેયર કરી જેને જાણીને ફેંસ ખૂબ પરેશાન થઈ ગયા. 
 
 વાયરલ અટેકથી સાંભળવાની ક્ષમતા પર પડી અસર 
જાણીતી ગાયિકાએ ઈસ્ટાગ્રામ હૈંડલ પર પોતાના સ્વાસ્થ્યને લઈને એક પોસ્ટ શેયર કરીને માહિતી આપી છે.  તેમણે જણાવ્યુ કે તે એક દુર્લભ શારીરિક સમસ્યાનો સામનો કરી રહી છે. જેમા તેણે સાંભળવાની ક્ષમતા પર અસર પડી રહી છે. ડોક્ટર્સના મુજબ એક વાયરલ એટેકને કારણે તેમને આ સમસ્યા થઈ છે. તેમણે પોતાના ફેંસ ને તેમને માટે પ્રાર્થના કરવાનો આગ્રહ કર્યો છે. 
 
ફ્લાઈટમાથી ઉતર્યા પછી અનુભવી હતી સમસ્યા 
 
તેને લઈને તેમણે માહિતી આપતા લખ્યુ છે કે છેલ્લા કેટલાક અઠવાડિયા પહેલા એક ફ્લાઈટમાંથી ઉતર્યા બાદ તેમને અચાનક સાંભળવામાં કમીનો અનુભવ થયો. તેમણે કહ્યુ કે કેટલાક અઠવાડિયા સુધી તેને સ્વીકાર કરવા માટે હિમંત એકત્ર કર્યા બાદ તે હવે લોકોને પણ આના વિશે બતાવી દેવા માંગતી હતી.  જે છેલ્લા કેટલાક સમયથી તેમની ગેરહાજરીથી પરેશાન થઈ રહ્યા હતા. તેમને લોકોને તેમને માટે પ્રાર્થના કરવાનો અનુરોધ કર્યો છે. સાથે જ તેમણે લોકોને ફાસ્ટ સંગીત અને હેડફોનના વધુ ઉપયોગને લઈને પણ ચેતાવ્યા છે. 
 
અનેક કલાકારોએ તેમના સ્વસ્થ થવાની કરી કામના 
અલકા યાગ્નિકના સ્વાસ્થ્યને લઈને માહિતી મળત જ અનેક કલાકારોએ તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે. જાણેતા ગાયક સોનૂ નિગમે લખ્યુ મને અનુભવ થયો હતો કે કંઈક ગડબડ છે. જેવો જ હુ ત્યા આવુ કે તમને મળુ છુ. ઈશ્વર કરે તમે જલ્દી સ્વસ્થ થઈ જાવ. આ ઉપરાંત પૂનમ ઢીલ્લોએ લખ્યુ ખૂબ ખૂબ પ્રેમ અને પ્રાર્થના મોકલી રહી છુ. તમે જલ્દી પહેલાની જેમ સ્વસ્થ થઈ જશો.