1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 16 જૂન 2024 (20:05 IST)

કાર્તિક આર્યનની 'ચંદુ ચેમ્પિયન'ને મળી જબરદસ્ત સફળતા, IMDb પર મળ્યા આટલા રેટિંગ

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનની ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન'એ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. તે જ સમયે, કાર્તિક અને કબીર ખાનની આ ફિલ્મને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સાથે હવે તેનું IMDb રેટિંગ પણ જાહેર થયું છે. આ વાતની જાણકારી ખુદ અભિનેતાએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. 'ચંદુ ચેમ્પિયન'ની સ્ટોરીથી લઈને સ્ટારકાસ્ટને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ ભારતના પ્રથમ પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા મુરલીકાંત પેટકરના જીવન પર આધારિત છે.