આયુષ્યમાન ખુરાનાની પત્નીએ પોતાના વાળને લહેરાવતો વીડિયો શેયર કરતા કહ્યુ - વાહ તાજ

tahira kashyap
Last Modified શનિવાર, 11 જુલાઈ 2020 (18:40 IST)
બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરનાની પત્ની કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. આ વખતે તે પોતાના વાળને લઈને ચર્ચામાં આવી છે. તાહિરાએ તેનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં તે તેના લાંબા વાળ સાથે જોવા મળી રહી છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે તાહિરા તેના વાળ લહેરાવતી જોવા મળી રહી છે. બેકગ્રાઉન્ડમાં તબલા વગાડનાર ઝાકિર હુસેનનો તબલા વગાડવાનો અવાજ સંભળાય છે. વીડિયો શેર કરતી વખતે તાહિરા કશ્યપે કેપ્શનમાં લખ્યું હતું કે, વાહ તાજ. હરીશથી ઉસ્તાદ જાકીર હુસેન સુધી . આગળ જુઓ શું થાય છે? ''

ઉલ્લેખનીય છે કે 90 ના દાયકામાં એક ફેમસ જાહેરાતમાં તબલા વાદક આ જ રીતે વાળ લહેરાવતા કહેતા હતા વાહ તાજ,
તાહિરાએ તેમની નકલ કરીને પોતાનો આ વીડિયો બનાવ્યો છે. તાહિરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભૂમિ પેડનેકર, સરગુન મહેતા, સમીરા રેડ્ડી, અદિતિ સિંહ શર્મા, રવિ દુબેએ કમેંટમાં તાહિરાના હેરસ્ટાઇલની પ્રશંસા કરી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આયુષ્માન ખુરાનાએ કોઠી ખરીદી છે. અભિનેતા અને તેના પરિવારના બાકીના સભ્યો પંચકુલામાં ખરીદેલા તેમના નવા મકાન ને લઈને ખૂબ જ રોમાંચિત છે. આ અંગે આયુષ્માને કહ્યું, "ખુરાના પરિવારને તેમના ફેમિલીનુ હોમ મળી ગયું છે. આખા કુટુંબે મળીને આ નવું મકાન ખરીદવાનું નક્કી કર્યું, જેમાં હવે આખુ ખુરાના પરિવાર સાથે મળીને રહી શકે છે. અમને અમારા આ નવા સરનામાં પર અમારી નવી સુંદર યાદો બનાવવાની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો :