1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 26 સપ્ટેમ્બર 2019 (10:09 IST)

'ડ્રીમ ગર્લ' 100 કરોડ ક્લબમાં સામેલ થતા જ આયુષ્યમાન ખુરાના શુ બોલ્યા.. જાણો

dream girlૢૢ 'ડ્રીમ ગર્લ'
આયુષ્યમન ખુરાના (Ayushmann Khurrana) બોલીવુડની હિટ મશીન બની ચુક્યા છે. તેઓ એવી સ્ક્રિપ્ટ પસંદ કરીને કામ શરૂ કરે છે કે કોઈ વિચારી પણ નથી શકતુ. શરૂઆતથી લઈને અત્યાર સુધી તેઓ પોતાની દરેક ફિલ્મમાં કંઈક નવુ લઈને આવી રહ્યા છે. આ વખતે તેઓ ડ્રીમ ગર્લ બનીને પડદા પર આવ્યા અને છવાય ગયા.  આયુષ્યમાનનો જાદુ એવો છવાયો છે કે લોકો હીરોઈનને ભૂલી ગયા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તાબડતોબ કમાણી કરી રહી છે. 'ડ્રીમ ગર્લ'  એ પહેલા દિવસે 10.05 કરોડ કમાણી કરી હતી. ત્યારબાદ કમાણીનો આંકડો વધતો જ ગયો. રવિવારે 11.05 કરોડ અને સોમવરે 3.75 કરોડ કમાવીને ફિલ્મએ 100 કરોડનો આંકડો પાર કરી લીધો. હવે તેની ટોટલ કમાણી 101.40 કરોડ રૂપિયા છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#Dreamgirl scores a century!