રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 18 માર્ચ 2017 (17:17 IST)

સોશિયલ મીડિયા પર છવાઈ છે આ તસ્વીર.. ખોળામાં લઈને તૈમૂરને કિસ કરતી જોવા મળી કરીના કપૂર

બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂરની તેમના પુત્રને કિસ કરતી એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.  આ ત્રીજી તસ્વીર છે જેમા કરીના કપૂર અને સેફ લકી ખાનનો પુત્ર તૈમૂર સ્પષ્ટ રૂપે દેખાય રહ્યો છે.  ફોટોમાં કરીનાએ પોતાના પુત્ર તૈમૂરને ખોળામાં ઉઠાવ્યો છે અને તે તેના માથા પર કિસ કરી રહી છે.  તૈમૂર કરીનાના ખોળામાં ખિલખિલાઈને હસી રહ્યો છે.  બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર તાજેતરમાં જ પુત્ર તૈમૂર સાથે ઈવનિંગ ડ્રાઈવ પર નીકળી. 20 ડિસેમ્બર 2016ના રોજ જન્મના એક દિવસ પછી તેને દુનિયા સામે લઈને આવનારી કરીના કપૂર પહેલીવાર ત્રણ મહિનાના તૈમૂર અલી ખાન પટૌદી સાથે ડ્રાઈવ પર નીકળી. 
 
આ ડ્રાઈવ પર મમ્મી-પુત્રની જોડી સાથે તૈમૂરની નાની પણ હતી. આ ડ્રાઈવની તસ્વીર કરીના કપૂર ખાન નામના ટ્વિટર એકાઉંટ પરથી શેયર કરવામાં આવી.  તૈમૂરની આ તસ્વીરો પણ ફોટો ગ્રાફર્સ દ્વારા પ્રકાશમાં લાવવામાં આવી હતી.  જો કે એ તસ્વીરોમાં કરીનાએ તૈમૂરને એક બ્લેકૈટથી ઢાંકી રાખ્યો હતો. તૈમૂર ભલે જ બ્લેંકેટમાં ઢકાયેલો હતો અને પોતાની કેયર ટેકરના ખભા પર આરામ કરી રહ્યો હતો. પણ તેની હળવી ઝલક પણ ફેંસ માટે પૂરતી છે. 
 
ઉલ્લેખનીય છે કે આ અગાઉ કરીના કપૂરે જણાવ્યુ હતુ કે એ વિચાર કરી રહી છેકે તે તૈમૂરને પોતાની ફિલ્મ વીરે ધિ વેડિંગના સેટ પર લઈને આવે. જો તે છોટે નવાબને સેટ પર લઈને આવશે તો આપણને જરૂર તેની સુંદર તસ્વીરો જોવા મળી શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે કરીના હવે કામ પર પરત ફરી ચુકી છે. તે ટૂંક સમયમાં જ જી સિને એવોર્ડસમાં પરફોર્મ કરતી પણ જોવા મળવાની છે. કરીના કપૂર ખાન પોતાની ધમાકેદાર ડાંસ પરફોર્મેંસ સાથે શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન અને પોતાના પતિ સેફ અલી ખાનને સન્માન આપશે.