શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 28 ફેબ્રુઆરી 2020 (15:58 IST)

Box Office પર કેવી છે તાપસી પન્નુની ફિલ્મ થપ્પડની શરૂઆત ?

28 ફેબ્રુઆરીના રોજ અનેક ફિલ્મો રજુ થઈ છે. બધી ઓછા બજેટની છે અને તેમા મોટા કલાકારો નથી જે પોતાના દમ પર ભીડ ખેંચી શકે તેથી બધી ફિલ્મોની ઓપનિંગ ખૂબ જ ખરાબ છે.  આ ફિલ્મોમાં સૌથી વધુ ચર્ચા છે તાપસી પન્નુ અભિનિત ફિલ્મ થપ્પડની.  રજુ થતા પહેલા આ ફિલ્મના શો કેટલાક શહેરોમાં મુકવામાં આવ્યા. સેલિબ્રિટીજને બતાવાયા અને દરેક સ્થાન પર પ્રતિક્રિયા સારી મળી છે. 
 
જ્યા સુધી સામાન્ય દર્શકોનો સવાલ છે તો તેમણે ફિલ્મને લઈને ખાસ ઉત્સાહ નથી જોવા મળ્યો. આ વાત એડવાંસ બુકિંગ રિપોર્ટ પરથી સ્પષ્ટ છે. ફિલ્મની એડવાંસ બુકિંગ ખૂબ જ નબળી રહી અને શરૂઆત બગડી ગઈ છે. 
 
ફિલ્મને મેટ્રો સિટીના પસંદગીના મલ્ટીપ્લેક્સમાં જ સારા દર્શક મળ્યા કારણ કે તે આ પ્રકારની ગંભીર અને વિચારોત્તેજક ફિલ્મ જોવી પસંદ કરે છે. 
 
ફિલ્મની સિનેમાઘરોમાં શરૂઆત ઠીક નથી અને આ ફિલ્મ માઉથ પબ્લિસિટી પર ખૂબ વધુ નિર્ભર છે. માઉથ પબ્લિસિટીની થોડી અસર થશે અને શક્ય છેકે શનિવારે અને રવિવારે કલેક્શન માં થોડો વધારો થાય. 
 
જ્યા સુધી પહેલા દિવસના કલેક્શનનો સવાલ છે તો શરૂઆતને જોતા આ બે અઢી કરોડની આસપાસ રહેશે. આ ફિલ્મનુ નિર્દેશન અનુભવ સિન્હાએ કર્યુ છે. જે આર્ટીકલ 15 અને મુલ્ક જેવી સારી ફિલ્મો બનાવી ચુકી છે.