સંબંધિત સમાચાર
- હિજાબ વિવાદ સુપ્રીમ કોર્ટની તત્કાલ સુનવણીથી મનાહી, સલાહ આપતા કહ્યું- મોટા પાયે વિવાદ ન ફેલાવો
- હિજાબની માંગ કરનારાઓને HCનો ઝટકો, ચીફ જસ્ટિસ બોલ્યા - ધાર્મિક ડ્રેસની જીદ નથી કરી શકતા વિદ્યાર્થીઓ
- Hijab Controversy- હિજાબ પર ભોપાલમાં નવી કંટ્રોવર્સી, "ખાન સિસ્ટર્સ" હિજાબમાં VIP રોડ પર સ્ટંટ, ફ્લાઈંગ Kiss પર હોબાળો
- મલાલા યુસુફઝાઈ Malala Yousafzai હિજાબ વિવાદHijab Row માં કૂદી પડી, ભારતના નેતાઓને અપીલ- હિજાબને લઈને કર્ણાટકમાં ચાલી રહેલા વિવાદમાં
- Hijab Row: Malala Yousafzai હિજાબ વિવાદમાં કૂદી પડી, ભારતના નેતાઓને અપીલ; જાણો સમગ્ર મામલો
Hijab Controversy- હિજાબ પર સેલેબ્સનું રિએક્શન
સુપ્રિમ કોર્ટે કર્ણાટકની શાળાઓ અને કોલેજોમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. ચીફ
જસ્ટિસ એનવી રમન્નાની બેન્ચે કહ્યું કે અમે આ અરજી પર યોગ્ય સમયે સુનાવણી કરીશું. આ સાથે કોર્ટે અરજી દાખલ કરનારાઓને આ મામલાને મોટા સ્તરે ન ફેલાવવાની
સલાહ આપી છે. ચીફ જસ્ટિસ એનવી રમન્નાની બેન્ચે અરજદારોને કહ્યું કે તેને રાષ્ટ્રીય મુદ્દો ન બનાવો. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે અરજદારોએ આ મુદ્દે હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ, જ્યાં સોમવારે ફરી એકવાર સુનાવણી થવાની છે.
એક્ટ્રેસ કંગનાએ સોશિયલ મીડિયા પર ઓથર આનંદ રંગાનાથાનની પોસ્ટ શેર કરીને લખ્યું, જો હિંમત હોય તો અફઘાનિસ્તાનમાં બુરખા વગર ફરીને દેખાડો. પીંજરામાં કેદ રહેવાને બદલે આઝાદ રહેતા શીખો.
શબાના આઝમીનું રિએક્શન
કંગનાની પોસ્ટ પર રિએક્ટ કરતા શબાના આઝમીએ લખ્યું, જો હું ખોટી છું તો મને સાચી પાડો. અફઘાનિસ્તાન એક ધાર્મિક રાજ્ય છે અને જ્યારે મેં છેલ્લીવાર ચેક કર્યું ત્યારે ભારત એક ધર્મનિરપેક્ષ લોકશાહી ગણતંત્ર હતું?
જાવેદ અખ્તરે કહ્યું હતું કે તેઓ ક્યારે પણ હિજાબ અથવા બુરખાના સમર્થનમાં નથી રહ્યા. પરંતુ ટોળા દ્વારા છોકરીઓને ધાકધમકી આપવાની નિંદા કરી છે. સ્કૂલ-કોલેજમાં યુનિફોર્મને લઈને થયેલા વિવાદ પર હેમા માલિનીએ સ્કૂલમાં યુનિફોર્મનું સન્માન આપવાની વાત કહી છે તેમજ સ્વરા ભાસ્કર અને રિચા ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કર્ણાટકમાં બનેલી આ ઘટનાને શરમજનક ગણાવી છે.