સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 11 ફેબ્રુઆરી 2022 (13:31 IST)

"ગહરાઈયાં" જોતા જ દર્શકોએ દીપિકા પાદુકોણની પીઠ થપથપાવી, છેલ્લો સીન કર્યો ઈમોશનલ

દીપિકા પાદુકોણ (Deepika Padukone)  ની ફિલ્મ ગહરાઈયાં (Gehraiyaan) ને ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવી છે. જે લોકોએ અત્યાર સુધી ડાયરેક્ટર શકુન બત્રાની આ ફિલ્મ જોઈ છે તે લોકો ટ્વિટર પર તેમના ગહરાઈયાં ફેન્સ રિએક્શન (Gehraiyaan Fans Reaction) આપી રહ્યા છે. દીપિકા પાદુકોણ ઉપરાંત સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે, ધૈર્ય કરવાએ ગહરાઈયાં મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ અને રજત કપૂર જેવા અનુભવી કલાકારો પણ છે. શકુન બત્રાના દિગ્દર્શનને દર્શકોએ ગહરાઈયાં જોયા પછી વખાણ્યું છે. લોકોને આ ફિલ્મની વાર્તા પસંદ આવી છે અને આ સમયે દીપિકા પાદુકોણનું નામ દરેકની જીભ પર છે. સોશિયલ મીડિયા પર લોકો દીપિકા પાદુકોણની શાનદાર એક્ટિંગના વખાણ કરતા થાકતા નથી. આ સાથે ઘણા લોકોએ ફિલ્મના છેલ્લા સીન વિશે પણ ટ્વિટ કર્યું છે.
 
અલીશા બનીને દીપિકાએ અલીશા તરીકેની પ્રશંસા લૂંટી 
દીપિકા પાદુકોણે ફિલ્મ ગહરાઈયાં  સ્ટોરીમાં અલીશાની ભૂમિકા ભજવી . અલીશા તેના પોતાના પિતરાઈ ભાઈના બોયફ્રેન્ડને ડેટ કરવાનું શરૂ કરે છે અને તે પછી તેનું જીવન એટલું જટિલ બની જાય છે કે બધું જ તૂટી જાય છે. અલીશા જીવનના તોફાનને કેવી રીતે હેન્ડલ કરે છે... ફિલ્મ 'ગહરાઈયા'માં આ જ બતાવવામાં આવ્યું છે. દીપિકા પાદુકોણે અલીશાના પાત્રમાં જાન ફૂંકી નાખી છે લોકો તેના ગહરાઈયાંને જોઈને તેના વખાણ કર્યા વગર રહી શકતા નથી. આ સાથે જ ઘણા લોકોએ અનન્યા પાંડે અને ધૈર્ય કરવાના વખાણ પણ કર્યા છે. લોકો કહે છે કે અનન્યા અને ધૈર્યની સ્ક્રીન ટાઈમિંગ ટૂંકી હતી પરંતુ તેઓએ દરેક સીનમાં પોતાનું બેસ્ટ આપ્યું છે.