ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (13:45 IST)

Film '83' in legal trouble - રણવીર સિંહની ફિલ્મ 83 ની વધી મુશ્કેલી, નિર્માતાઓ વિરુદ્ધ દગાબાજીનો કેસ નોંધાયો

રણવીર સિંહની આવનારી ફિલ્મ 83નુ વિવાદ સાથે નામ જોડાય ગયુ છે. ઉલ્લેખનીય છે કે સંયુક્ત અરબ અમીરાત (UAE)ની ફાઈનેસર કંપનીએ ફિલ્મ 83ના નિર્માતાઓ વિરુદ્ધ અંધેરી મેટ્રોપોલિટ્યન્ન મેજિસ્ટ્રેટની કોર્ટમાં દગાબાજીની ફરિયાદ નોંધી છે. ફરિયાદ મુજબ ફ્યુચર રિસોર્સેજ  FZEના હેઠળ ષડયંત્ર રચવા અને ફિલ્મ નિર્માણની પ્રક્રિયામા તેમને દગો આપવાનો આરોપ લગાવ્યો છે. ફિલ્મના નિર્માતાઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની ધારા  406, 420 અને 120 બી ના હેઠળ કાર્યવાહીની માંગ કરી છે. 
 
મામલા પર ફ્યુચર રિસોર્સેઝ  FZEએ આરોપ લગાવતા કહ્યુ કે વિન્ની મીડિયાના નિદેશકોએ તેમને ખોટા વચન આપ્યા અને 159 કરોડ રૂપિયા ખર્ચ કરવા માટે મનાવ્ય. જો કે આ મામલે જલ્દી સુનાવણી થશે. 
 
ફિલ્મની રજુઆત ડેટ - ફિલ્મ 83નુ ટ્રેલર રજુ થઈ ચુક્યુ છે. જેમા બતાવ્યુ છે કે ભારતને 1983ના વર્લ્ડ કપના શરૂઆતના સમયમા હારનો સામનો કરવો પડે છે.  પણ કેવી રીતે કપિલ દેવ આખી બીજી પલટી નાખે છે. 83ના વર્લ્ડ કપ પર આધારિત આ ફિલ્મમાં જોવા મળશે કે કેવી રીતે પૂર્વ ક્રિકેટર અને ટીમ ઈંડિયાના કપ્તાન કપિલ દેવની આગેવાનીમાં દેશ પહેલા વર્લ્ડ કપ જીત્યો હતો. આ ફિલ્મમાં રણવીર સિંહની સાથે પંકજ ત્રિપાઠી, બોમન ઈરાની અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના ટ્રેલરને 75 મિલિયનથી વધુ વ્યુઝ મળ્યા છે. આ ફિલ્મ 24 ડિસેમ્બરના રોજ ટોકીઝમાં રજુ થશે.