રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 6 જુલાઈ 2023 (09:40 IST)

HBD Ranveer Singh: જ્યારે રણવીર સિંહની કંડોમની જાહેરાત પર પિતાએ આપ્યું હતું આવું રીએક્શન

રણવીર સિંહની ગણના બૉલીવુડના જુદા અને સારા એક્ટરોમાં હોય છે. તેમના 11 વર્ષના કરિયરમાં તેણે જુદા-જુદા અને શાનદાર ભૂમિકાઓથી હમેશા દર્શકોનો દિલ જીતી લીધુ છે. રણવીર સિંહનો જન્મ 6 જુલાઈ 1985ને મુંબઈમાં થયું હતું. તે બાળપણથી જ એક કળાકાર બનવા ઈચ્છતા હતા. તેણે બૉલીવુડમાં તેમના કરિયરની શરૂઆત વર્ષ 2010માં ફિલ્મ બેંડ બાજા બારાતથી કરી હતી. 
 
આ ફિલ્મમાં અનુષ્કા શર્મા તેની સાથે હતી. તેમની પ્રથમ ફિલ્મથી જ રણવીર સિંહએ ખૂબ ચર્ચામાં રહ્યા. ત્યારબાદ લુટેરા, ગોલિયો કી રાસલીલા રામ લીલા, દિલ ધડકને દો, બાજીરાવ મસ્તાની, પદ્માવત અને ગલી 
 
બ્વાય જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં તેમના એક્ટિંગથી દર્શકોના દિલ જીતી લીધા છે. તેમની મોટાભાગની ફિલ્મોમાં રણવીર સિંહ જુદી જ ભૂમિકા માટે ઓળખાય છે. 
 
ફિલ્મોના સિવાય રણવીર સિંહ ઘણા વિજ્ઞાપનોનો પણ ભાગ રહી ચૂક્યા છે. તેમના અનેકો વિજ્ઞાપનોમાંથી એક વિજ્ઞાપન કંડોમનો પણ છે. એક ઈંટરવ્યૂહમાં આ વિજ્ઞાપનને કર્યા પછી રણવીર સિંહએ તેમના પિતા 
 
જગજીત સિંહ ભવનાનીનો રિએકશન જણાવ્યુ હતું. હકીકતમાં રણવીર સિંહએ વર્ષ 2014માં કંડોમની જાહેરાત  કરી હતી.  2014માં એક ઈટરવ્યૂહમાં રણવીર સિંહએ જણાવ્યુ કે તેમના પિતાએ એક વાર તેમને કહ્યું હતું  
 
"હું જોઉં છુ કે આ  બધા એક્ટર જાહેરાત કરીને  સારા પૈસા કમાવે છે. તું  કેમ નથી કરી રહ્યો  ? 
 
રણવીરએ તેમના પિતાના આ સવાલના જવાબમાં કહ્યુ હતું "હું યોગ્ય સમય પર કરીશ. હું જાહેરાત ત્યારે કરીશ જ્યારે મારી પાસે કરવા માટે કઈક સારુ હશે. પછી રણવીર સિંહએ તેમના પિતાને કંડોમના વિજ્ઞાપન 
 
વિશે જણાવ્યુ અને કહ્યુ "તો હું મારી પ્રથમ જાહેરાત કરવા જઈ રહ્યો છુ"  તેમના પિતા જગજીત સિંહએ કહ્યુ હતું, "સારું" આ શું છે? જેના પર રણવીરએ "કંડોમ" સાથે જવાબ આપ્યો. પછી તેમના પિતા કહ્યુ "સાચે"  અને પછી બોલ્યા મને આશા છે કે તમે જાણો છો કે તમે શું કરી રહ્યા છો ત્યારબાદ રણવીર સિંહ ઈંટરવ્યૂમાં આ વાત જણાવીને હસવા લાગ્યા હતા.