સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 3 ડિસેમ્બર 2022 (18:42 IST)

૫૦ વર્ષની વયે આ અભિનેતા બન્યા પિતા

ટીવી ઈન્ડસ્ટ્રીનું લોકપ્રિય કપલ અપૂર્વ અગ્નિહોત્રી અને તેની પત્ની શિલ્પા સકલાની લગ્નના 18 વર્ષ બાદ માતા-પિતા બન્યા છે. શિલ્પાએ એક બાળકીને જન્મ આપ્યો છે. અપૂર્વાએ પોતાના જન્મદિવસ પર દીકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને ફેન્સને આ જાણકારી આપી છે.
 
શિલ્પા-અપૂર્વની દીકરીનું નામ ઈશાની છે.
 
આ ક્યૂટ વીડિયોને શેર કરતા અપૂર્વાએ કેપ્શનમાં લખ્યું, 'આ જન્મદિવસ મારા જીવનનો સૌથી ખાસ જન્મદિવસ બની ગયો છે, કારણ કે ભગવાને અમને સૌથી ખાસ, અવિશ્વસનીય અને અદ્ભુત ભેટ આપી છે. શિલ્પા અને હું અમારી પ્રિય પુત્રી ઈશાની કનુ અગ્નિહોત્રીનો તમને પરિચય કરાવીએ છીએ તે ખૂબ જ કૃતજ્ઞતા અને અપાર આનંદ સાથે છે. કૃપા કરીને અમારી પુત્રી પર પ્રેમ અને આશીર્વાદ વરસાવો. ઓમ નમ શિવાય, ' અપૂર્વની આ પોસ્ટ પર ચાહકો તથા સેલેબ્સે શુભેચ્છા પાઠવી હતી