બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated :નવી દિલ્હી , શુક્રવાર, 16 નવેમ્બર 2018 (15:01 IST)

Veere Di Wedding Review : આ 5 કારણોને લીધે જરૂર જુઓ Kareena Kapoor અને Sonam Kapoorની ફિલ્મ

જ્યારથી ફિલ્મ Veere Di Weddingની જાહેરાત થઈ છે ત્યારથી ફિલ્મના કૉન્સેપ્ટને લઈને ચર્ચા થઈ રહી હતી. સૌથી વધુ દિલચસ્પી તો તેમની કાસ્ટને લઈને હતી. જેમા કરીના કપૂર ખાન અને સોનમ કપૂર પહેલીવાર પડદા પર સાથે જોવા મળવાના હતા.  ઉલ્લેખનીય છે કે આ ફિલ્મની જાહેરાત ડિસેમ્બર 2015ના રોજ થઈ હતી પણ કરીના કપૂરની પ્રેગનેંસીને કારણે આ હવે રજુ થઈ રહી છે. Veere Di Wedding માં ડાયરેક્શન શશાંક ઘોષનું છે. તો તેને રિયા કપૂર, એકતા કપૂર અને નિખિલ દ્વિવેદીએ મળીને ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે. વીરે દી વેડિંગનુ ટ્રેલ 25 એપ્રિલના રોજ રજુ થયુ હતુ.  અને તેનુ પ્રથમ સોંગ તારીફા ને ફિલ્મની રજુઆતના એક મહિના પહેલા મતલબ 2 એમ ના રોજ રિલીઝ કરવામાં આવ્યુ હતુ. 
Veere Di Wedding નું Tareefan ગીતને જ્યા એક બાજુ લોકોએ ખૂબ પસંદ કર્યુ છે તો બીજી બાજુ ટ્રેલરે પણ દર્શકોનું ધ્યાન ખેચ્યુ છે. જો કે કેટલાક લોકો આ વિમન સેંટ્રિક ફિલ્મના ડાયલોગ્સથી હેરાન જોવા મળ્યા. જેમા લીડ એક્ટ્રેસેજ ખૂબ ગાળો આપતી જોવા મળી રહી હતી. આમ તો આજના જમાનામાં છોકરીઓ અને તેમની મિત્રતાને પડદા પર ઉતારવી જ આ ફિલ્મની યૂએસપી માનવામાં આવી રહી છે. જો તમે ફિલ્મ જોવાને લઈને દુવિદ્યામાં છો તો આ 5 વાતો નોંધી લો. 
1. Veere Di Weddingને તમે દિલ ચાહતા હૈ ફિલ્મનુ ફીમેલ વર્ઝન કહી શકો છો અને પ્યાર કા પંચનામાનો જવાબ પણ માની શકો છો. જો મોર્ડન દોસ્તી પર બનેલ ફિલ્મ તમે અને તમારા ફ્રેંડ્સ સાથે જોવા માંગે છે તો વીરે દી વેડિંગની ટિકિટ બુક કરાવી જ લો. 
2. જો તમે કોઈ છોકરીને પ્રપોઝ કરવા માંગો છો પણ એ પહેલા એ જાણવા માંગો છો કે તેના વિચાર કેવા હશે અને તમારી સાથે તેની કેમિસ્ટ્રી કેવી હોવી જોઈએ એ જાણવા માંગો છો તો Veere Di Wedding એક સારુ સૉલ્યુશન આપી શકે છે. બીજી બાજુ છોકરીઓ પોતાના વિચારને પડદાં પર જોઈને ઉત્સાહિત જરૂર થશે. 
3. યુવતીઓની મૈત્રીને ફોક્સમાં રાખીને ફિલ્મો બોલીવુડમાં ઓછી બને છે. આમ તો વીરે દી વેડિંગ ને જોવી ખરેખર દિલચસ્પ રહેશે. જો આ ફિલ્મ હિટ થશે તો આ એક નવો ટ્રેંડ પણ શરૂ કરી શકે છે. 
4.  Veere Di Wedding  ના ટ્રેલરથી જ તેના સંવાદ દર્શકો વચ્ચે ચર્ચાનો ટૉપિક બન્યા છે. લીડ કેરેક્ટર તેમા ખૂબ ગાળો બોલતુ જોવા મળી રહ્યુ છે. હવે ફિલ્મમાં કેવુ પેકેજ હશે એ જોવુ દિલચસ્પ રહેશે. 
5. Veere Di Wedding  ની ચારેય બહેનપણીઓ સમાજની કોઈને કોઈ પરંપરા પર સવાલ ઉઠાવી રહી છે. પણ શુ સામાન્ય છોકરીઓ સાથે જોડાયેલ વાતો  સોનમ કપૂર અને કરીના કપૂર જેવી સ્ટાર આ ફિલ્મ દ્વારા ઉઠાવી શકશે.. આ જાણવા માટે પણ તમે વીરે દી વેડિંગ ફિલ્મ જોઈ શકો છો. 
Veere Di Wedding ને જોવાના તમામ મોટા કારણો તમારી સામે છે. જો તમે આ ફિલ્મને જોવા જઈ રહ્યા છો તો અમારા ફેસબુક પેજ પર આ પોસ્ટ પર કમેંટ કરીને અમને તમારી પસંદ અને નાપંદ વિશે જણાવી શકો છો.