1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 19 મે 2018 (12:24 IST)

Veere Di Wedding-Bikiniમાં જોવા મળશે સોનમ અને કરીના કપૂર (Photo)

Veere Di Wedding
ફિલ્મ 'વીરે દી વેડિંગ' નુ નવુ પોસ્ટર રજુ કરવામાં આવ્યુ છે. આ પોસ્ટરમાં ફિલ્મની ચાર એક્ટ્રેસ કરીના કપૂર, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર, શિખા તસ્લાનિયા બિકિની લુકમાં જોવા મળી રહી છે. આ પહેલા ફિલ્મનુ ટ્રેલર અને બધા ગીત પણ રજુ થઈ ગયા છે. આ નવા પોસ્ટરને જોઈને અંદાજ લગાવી શકાય છે કે ફિલ્મમાં છોકરીઓની ખૂબ મસ્તી જોવા મળવાની છે. 
ફિલ્મને શશાંક ઘોષે ડાયરેક્ટ કરી છે. તેને પ્રોડ્યૂસ કરી છે સોનમ કપૂરની બહેન રિહા કપૂરે. તેમા વેબ સીરિઝ પરમાનેંટ રૂપમેટ્સથી ચર્ચામાં આવેલ સુમિત વ્યાસ કરીના કપૂરના અપોઝિટ જોવા મળી રહ્યા છે.  ફિલ્મ 1 જૂન 2018ના રોજ રીલીઝ થશે. 
ઉલ્લેખનીય છે કે જ્યારે થોડા દિવસ પહેલા ફિલ્મનુ ટ્રેલર લૉંચ કરવામાં આવ્યુ હતુ તો થોડા શબ્દો પર લોકોએ આપાત્તિ બતાવી હતી. વીરે દી વેડિંગ ચાર યંગ મહિલાઓની સ્ટોરી છે. જેને કરીના કપૂર, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાનિયાના પાત્રોએ ભજવ્યુ છે.