શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 15 નવેમ્બર 2021 (11:57 IST)

Katrina Kaif- Vicky Kaushalના લગ્નમાં ભાગ નહી લે સલમાન ખાન, ચાલી રહી છે આવી ચર્ચા

બોલીવુડ અભિનેત્રી કેટરીના કેફ અને વિક્કી કૌશલના દરેક ફેનના બંનેના લગ્ન થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સૂત્રોનુ માનીએ તો બંને 7 થી 9 ડિસેમ્બરની વચ્ચે સાત ફેરા લેશે. સવાઈ માઘોપુરના સિક્સ સેંસેસ ફોર્ટ બારબરામાં બંનેના લગ્ની બુકિંગ્સ થઈ ચુકે છે. બનેની ટીમ્સ જયપુર પહોંચી છે. એ જોવાનુ છે કે તૈયારીઓ ઠીક થઈ રહી છે કે નહી. એવુ પણ કહેવામાં આવી રહ્યુ છે કે લગ્નમાં નિકટના બંને મિત્ર અને પરિવારના લોકો સામેલ થશે. 
 
સલમાન ખાન કટરીનાના લગ્નમાં સામેલ નહી થાય 
 
એક ન્યુઝ ચેનલની રિપોર્ટ મુજબ સુપરસ્ટાર સલમાન ખાન પરિવાર સાથે આ ઈવેંટમાં ભાગ નહી લે. કટરીના કેફ અને વિક્કી કૌશલના લગ્નને તે સ્કિપ કરી શકે છે. એવુ કહેવાય રહ્યુ છે કે કટરીના તરફથી પ્રથમ ઈનવિટેશન સલમાન ખાન અને તેના પરિવારને મોકલાયુ હતુ. બધા જાણે છે કટરીના કેફના સલમાન ખાન સાથે પારિવારિક સંબંધો છે. સારા અને ખરાબ સમયમાં સલમાન તેની સથે હંમેશા ઉભા  રહ્યા છે. 
 
ઈંડિયા ટુડે મુજબ અનેક લોકો એવુ કહેવાય રહ્યુ છે કે લિસ્ટમાં સામેલ થવા જઈ રહેલા બંને જ ઈંડસ્ટ્રીના પોતાના મિત્રો અને મેંટર્સને બોલાવવાના છે. આ લિસ્ટમાં કરણ જોહર, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, મિની માથુર અને રોહિત શેટ્ટીનુ નામ સામેલ છે. આ ઉપરાંત વરુણ ધવન અને નતાશા દલાલ પણ લગ્નમાં સામેલ થઈ શકે છે. 
 
કટરીના કેફની રોકા સેરેમની ડાયરેક્ટર કબીર ખાનના મુંબઈવાળા ઘરમાં થઈ હતી. કટરીના, કબીર ખાનના ખૂબ જ નિકટ છે અને તેમની સાથે પારિવારિક સંબંધ ધરાવે છે. કબીર, અભિનેત્રીનો ધર્મનો ભાઈ છે. રોકા સેરેમનીમાં વિક્ક્ટી અને કટરીનાના પરિવારના લોકો સામેલ થયા હતા. કપલના ખૂબ જ નિકટના મિત્રોએ કહ્યુ કે રોકા સેરેમની ખૂબ સુંદર રહી, લાઈટ્સથી સજાવટ થઈ હતી અને કટરીના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.