બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 20 એપ્રિલ 2017 (23:28 IST)

સુંદરીઓથી ઘેરાયેલા વિજય માલ્યાનું બૉલીવુડ કનેક્શન

સામાન્ય માણસ દારૂ કિંગ વિજય માલ્યાને ત્યારથી ઓળખવા માંડ્યો જ્યારથી તેમનું કેલેંડર ચર્ચાનો વિષય બનવા લાગ્યું. આ કેલેંડરની ખાસિયત હતી ઓછા કપડા પહેરતી ખૂબસૂરત મોડલ્સ જેને લોકો જોઈને નિસાસા નાખતા હતા. 
કેલેંડર ગર્લ બનવા માટે છોકરીઓમાં હોડ મચી જતી હતી. ફિલ્મો માટે જે રીતે ઑડિશન થતું હતું. તે જ પ્રક્રિયા કેલેંડર ગર્લ બનવા માટે થતી હતી. ઘણી છોકરીઓ સિલેક્ટ કરાતી હતી પણ અંતિમ નિર્ણય વિજય માલ્યાનો જ રહેતો હતો.  
 
કેલેંડરમાં તે છોકરીઓને તેમનું ખૂબસૂરત શરીર બતાવવાની તક મળતી હતી જેની ખૂબસૂરતીનો આ દારૂકિંગ ઘેલો થઈ જતો  હતો. આ કેલેન્ડરના કારણે વિજય માલ્યા ચર્ચિત બન્યો અને તેના વિશે જાણવા માટે લોકો ઉતાવળા થઈ ગયા. 
 
ધનાઢય તો ઘણા લોકો હોય છે અને તેમની જીવનશૈલી આંખોને ચોકાવી દે છે. પણ વિજય માલ્યાની લાઈફસ્ટાઈલથી જાણી શકાતુ હતુ કે ઐય્યાશી શું હોય છે.  તેમની આ જ સ્ટાઈલ વિજ્યમાલ્યાને બીજાધનવાનોથી અલગ કરતી હતી. 
 
ખુદનો વૈભવ અને મસ્તી પ્રદર્શન વિજય માલ્યાને ખૂબ પસંદ હતો. એક હાથમાં દારૂ અને બીજા હાથમાં સુંદરીની કમર આવી સ્ટાઈલના તેમના ઘણા ફોટા જોવા મળતા હતા. છોકરાઓ તો તેમને જોઈને બળી જતા કે આ પેટ નિકળેલાને આવી રીતે સુંદરીઓ સાથે જોઈ તેમને દુખ થતું હતું. 
 
વિજ્ય માલ્યાના ઘણા બનાવ પ્રચલિત છે. કેવી રીતે એ સમુદ્રના વચ્ચે  વહાણમાં ઘણી સુંદરીઓની સાથે પાર્ટીઓ કરતા હતા. તેમની પાસે અનેક ઘર, કાર અને આવી અનેક મોંઘી વસ્તુઓ હતી. 
 
વેસ્ટ ઈંડીજના ક્રિકેટર ક્રિસ ગેલ આઈપીએલમાં વિજ્ય માલ્યાની ટીમ માટે રમતા હતા. એક વાર મુંબઈમાં તેણે માલ્યાના ઘરે રોકાવવાની માંગણી કરી જે મંજૂર કરાઈ. તે ઘરમાં જઈને ઉંચો ક્રિસ ગેલ ખુદને સામાન્ય માણસ અનુભવ કરવા લાગ્યા. માલ્યા અને તેમના રાજસી ઠાઠ જોઈ તેની આંખો પહોળી થઈ ગઈ. 
 
માલ્યાની પાર્ટી ચર્ચાનો વિષય રહેતી હતી. મોંઘી દારૂ અને સુંદરીઓ તેમની પાર્ટીની શાન હતી. 
 
બોલીવુડની લીસા હેડન, ઈશા ગુપ્તા, કેટરીના, દિપિકા પાદુકોણ, યાના  ગુપ્તા, નરગિસ ફખરી જેવી સુંદરીઓને તેમના કેલેંડરથી ફિલ્મોમાં સ્થાન મળ્યું. તેમાંથી કેટલીક તો વિજયના દીકરા સિદ્દાર્થની પણ સારી મિત્ર રહી હતી.