સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 9 ઑક્ટોબર 2020 (14:55 IST)

Laxmi Bomb Trailer: આતુરતાનો અંત, આવી ગયુ અક્ષય કુમારની 'લક્ષ્મી બોમ્બ'નું ટ્રેલર

છેલ્લા ઘણા સમયથી અક્ષય કુમારની આગામી ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' ચર્ચામાં છે. ફિલ્મના રિલીઝની ઘણા દિવસોથી રાહ જોવાઇ રહી છે. હવે રિલીઝની તારીખની સાથે આ ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. અક્ષય કુમારે પણ આ ટ્રેલરને સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.
 
'લક્ષ્મી બોમ્બ' એક હોરર કોમેડિ ફિલ્મ છે. ટ્રેલરની શરૂઆત અક્ષય કુમાર અને કિયારા અડવાણીના ગ્લેમરસ અને સ્ટાઈલિશ અંદાજથી થાય છે. ફિલ્મની સ્ટોરી એવી છે કે કિયારા અડવાણી પોતાના પરિવારને લગ્ન માટે મનાવવા માટે અક્ષય કુમારને પોતાના ઘરે લઈ જાય છે. અક્ષય કુમાર જે ભૂત પ્રેત પર વિશ્વાસ નથી કરતો તે દાવો કરે છે કે ક્યારેય ભૂત દેખાયુ તો તે બંગડીઓ પહેરી લેશે.  પછી ફિલ્મમાં થાય છે અસલી આત્મા એટલે કે લક્ષ્મીની એંટ્રી જે અક્ષય કુમારના શરીરમાં દાખલ થાય છે. લક્ષ્મી પોતાનો બદલો લેવા આવી છે. છેવટે કેમ અને કોની સાથે બદલો લેવા માંગે છે લક્ષ્મી  ? આ આપણને ફિલ્મ જોયા પછી જ ખબર પડશે.  જુઓ ટ્રેલર