સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , શનિવાર, 22 ઑક્ટોબર 2016 (15:56 IST)

એ દિલ..' કરણ જોહર - CM ને મળ્યા પછી રાજ ઠાકરેએ મનાવી 3 શરતો, PAK આર્ટિસ્ટને લેવા બદલ આર્મી ફંડમાં આપો 5 Cr.

'એ દિલ હૈ મુશ્કિલ' ની રજૂઆત પહેલા સીએમ દેવેન્દ્ર ફડણવીસના ઘરે શનિવારે એક મુખ્ય મીટિંગ થઈ. તેમા સીએમ ઉપરાંત મૂવીના પ્રોડ્યૂસર કરણ જોહર, પ્રોડ્યૂસર ગિલ્ડના પ્રેસિડેંટ મુકેશ ભટ્ટ અને ફિલ્મમાં પાક એક્ટર્સનો વિરોધ કરી રહેલા મનસેના ચીફ રાજ ઠાકરે હાજર હતા. એવુ કહેવાય રહ્યુ છે કે રાજ ઠાકરેએ વિરોધ પરત લેવાના બદલામાં ત્રણ શરતો મુકી હતી જે માની લેવામાં આવી હતી.. પ્રથમ શરત હતી - 'એ દિલ..' ની શરૂઆતમાં શહીદોના સન્માનમાં એક મેસેજ બતાડવામાં આવે. બીજી- પ્રોડ્યૂસર્સ હવે પાક આર્ટિસ્ટસની સાથે કામ ન કરે. ત્રીજી-જે ફિલ્મોમાં પહેલાથી પાકિસ્તાની એક્ટર્સ છે તેમણે 5 કરોડ આર્મી રિલીફ ફંડમાં આપવા પડશે."
 
- મીટિંગ પછી મનસેએ કહ્યુ, "અમે ફિલ્મ રજુઆતનો વિરોધ નહી કરીએ." મનસે નેતા નિતિન દાતારે કહ્યુ કે અમે ફિલ્મ રજુ કરવામાં હજુ પણ કો-ઓપરેટ નહી કરીએ. 
- ફિલ્મ એંડ ટેલીવિઝન પ્રોડ્યૂસર્સ ગિલ્ડ ઑફ ઈંડિયાના ચીફ મુકેશ ભટ્ટે કહ્યુ, "પ્રોડ્યૂસર ગિલ્ડે નિર્ણય કર્યો છે કે હવે પછીથી પાક કલાકારો સાથે કામ નહી કરવામાં આવે. કરણ જોહરે પણ મીટિંગમાં કહ્યુકે તેમની ફિલ્મ શરૂ થતા જ શહીદોના સન્માનમાં મેસેજ બતાડવામાં આવશે."
 
- ઉલ્લેખનીય છે કે 'એ દિલ..' માં બે પાક એક્ટર્સ ફવાન ખાન અને ઈમરાન અબ્બાસ નકવીએ કામ કર્યુ છે. ઉડી હુમલા પછી ભારત-પાક વચ્ચે ચાલી રહેલ તનાવને જોતા ફિલ્મમાં પાક કલાકારોના કામ કરવાને લઈને વિવાદ થઈ ગયો. 
 
- મનસે ફિલ્મનો વિરોધ કરી રહી હતી. સિનેમા ઓનર્સ એગ્જીવિટર્સ એસોસિએશન ઓફ ઈંડિયા (COEAI)એ કહ્યુ હતુ કે 4 રાજ્યોની સિંગલ સ્ક્રીન પર આ મૂવી નહી બતાડવામાં આવે. 
 
રાજનાથે કહ્યુ હતુ -  'એ દિલ..' મુશ્કેલીમાં નહી પડે. 
- મુકેશ ભટ્ટના એક પ્રતિનિધિમંડળની સાથે 20 ઓક્ટોબરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી.  તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે  'એ દિલ..'મુશ્કિલમાં નહી પડે પણ સુરક્ષિત રીતે રજુ થશે. 
- ભટ્ટે કહ્યુ, "અમે રાજનાથ સિંહને મળવા માટે આવ્યા હતા. કારણ કે મુંબઈમાં લૉ એંડ ઓર્ડર નિયંત્રણમાંથી બહાર થવાને કારણે અમે ગભરાઈ ગયા હતા. સિંહે તેમને સરકાર તરફથી દરેક શક્ય મદદ આપવાનો વિશ્વાસ અપાવ્યો."