1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ

અમિતાભ સાથે આ કોણ છે ?

અમિતાભ
P.R

અમિતાભ બચ્ચને પોતાની પૌત્રી આરાદ્યાની સાથે રમવુ ખૂબ ગમે છે. દિવસના થોડા કલાક તેઓ આરાદ્યા માટે રાખે છે જેથી તેની સાથે રમી શકે. વર્તમન દિવસોમાં નાના બાળકોને જોતા જ બિગ બી ના ચેહરા પર હાસ્ય ખીલી ઉઠે છે. આવી જે એક ઘટના કરોડપતિના સેટ પર.
P.R

આ શોનું શૂટિંગ ચાલી રહ્યુ હતુ અને વિનીત કુમાર નામના પ્રતિયોગી હોટ સીટ પર બેસીને સવાલોનો સામનો કરી રહ્યા અહ્તા. દર્શકોમાં વિનીતની દસ મહિનાની પુત્રી પણ હાજર હતી અને તેને કારણે શૂટિંગમાં થોડો ખલેલ પણ પડ્યો.

જેવી બ્રેકની જાહેરાત થઈ કે વિનીતે અમિતાભને કહ્યુ કે તેમની પુત્રી ખુશીને મળે અને બિગ બી તરત રાજી થઈ ગયા. ખુશીને જોતા જ બિગ બી એ તેને પોતાના ખોળામાં લઈ લીધી અને ઘણીવાર સુધી તેની સાથે રમતા રહ્યા. કેટલાક લોકો ખુશીને લકી બેબી માની રહ્યા છે તો કેટલાનું કહેવુ છે કે આરાદ્યાની સાથે બિગ બી આ જ રીતે રમતા હશે. ખુશીને જોઈને તેમને આરાદ્યાની યાદ આવી ગઈ.