1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ

અસિનનુ બીજુ પાસુ

અસિન
P.R
અમુક લોકો ઓછુ દાન આપે છે અને ઢંઢેરો વધારે પીટે છે જેથી કરીને લોકોને ખબર પડે કે તેઓ કેટલા બધા દાનવીર છે. બીજી બાજુ એવા લોકો પણ છે કે જેઓ ચેરીટીનું કામ એવી રીતે કરે છે કે કોઈને કાનો કાન ખબર પણ ન પડે. અસિન પણ એવા લોકોની અંદર આવે છે.

અસિન પોતાના ચેરીટી વર્ક વિશે વાત કરવાનું પસંદ નથી કરતી. તે નથી ઈચ્છતી કે તેના આ કામની દરેક જગ્યાએ ચર્ચા થાય. તો આવો, આવા જ તેના એક પક્ષ વિશે અમે તમને જણાવીએ.

અસિન કેરલ અને ચેન્નઈની ઘણી એનજીઓની સાથે જોડાયેલી છે. તેને જ્યારે પણ સમય મળે છે ત્યારે તે આ સંસ્થાઓમાં જઈને તેમના કામમાં મદદ કરવાનો પ્રયત્ન કરે છે. જરૂરત હોય તેવા લોકોને તેનાથી શક્ય એટલી મદદ કરે છે.

અસિનની સાથે જોડાયેલ એક સૂત્રને અનુસાર તે કેટલાયે વર્ષોથી આવુ કરે છે અને આ વાતને તેના પરિવાર સિવાય અન્ય કોઈ પણ જાણતું નથી. કેમકે આવા પ્રકારના કાર્યો વડે પ્રસિદ્ધિ મેળવવાની તેની કોઈ જ ઈચ્છા નથી.
About Writer
વેબ દુનિયા