શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

આમિર ખાન : ખુદ પર ફિદા થવાની કુટેવ

IFM
પોતાની કૃતિને પસંદ કરવી એક સારી વાત છે, પરંતુ તેની એક હદ હોવી જોઈએ. આત્મમુગ્ધતા એક અવગુણ છે. પરંતુ આમિર ખાને 'પીપલી લાઈવ' ન બનાવી હોત તો તે જરૂર 'થ્રી ઈડિયટ્સ'ને ઓસ્કરમાં મોકલવા માટે ચક્કર ચલાવી રહ્યા હોત.

આ આમિરના વ્યક્તિત્વનો વિરોધાભાસ છે કે એક તરફ તો તેઓ પુરસ્કાર અને એવોર્ડથી દૂર ભાગે છે તો બીજી બાજુ ઓસ્કર માટે જમીન-આકાશ એક કરી નાખે છે. ઓસ્કર એવોર્ડ પણ માણસો જ આપે છે. ત્યાં કોઈ ઈશ્વર એવોર્ડ આપવા તો નથી આવતા.

આમિર ખાને લગાનને એવોર્ડ અપાવવાનો ઈરાદો બનાવ્યો હતો. અંગ્રેજોને ક્રિકેટમાં હારતા જોઈને ગોરી ચામડીવાળા ભલા કેવી રીતે ખુશ થાય ? આપણામાં હીન ભાવના ભરેલી છે. આપણે એવી બધી ફિલ્મો પર મરી મીટવા તૈયાર થઈ જઈએ છીએ જેમા અંગ્રેજોને હારતા બતાવાયા હોય, તેમનો હિમંતભેર સામનો કરતા બતાવાયા હોય.

આખી દુનિયાને નીચા અને ખુદને પોતાના જ મોઢાથી ઉંચા અને મહાન કહેનારી ફિલ્મો પણ હિટ થાય છે જ. મનોજ કુમારની પૂરબ ઔર પશ્ચિમથી લઈને ક્રાંતિ સુધી અને ક્રાંતિથી લઈને લગાન સુધી... પરંતુ બીજાને આમા શુ આનંદ આવે ?

'તારે જમી પર' નો સંદેશ ભ્રષ્ટ હતો. એક તરફ તમે કહો છો કે બાળકો પર ભણતરનો બોજ ન નાખો, જે બાળક ભણવામાં સારો ન હોય તે કોઈ બીજી ક્રિયામાં સારો હોઈ શકે છે. પરંતુ એ જ બાળકને તમે ચિત્રકારીમાં પ્રથમ આવતો બતાવો છો.

બાળક પર પ્રથમ આવવાનો બોજ તો એનો એ જ છે ને ? આ ફિલ્મને પણ ઓસ્કર માટે નામાંકિત કરવામાં આવી હતી, પરંતુ ઓસ્કરના દેવતાઓએ આ ફિલ્મને પણ ન પસંદ કરી જે સારુ જ થયુ.

હવે આમિર 'પીપલી લાઈવ'ને ઓસ્કરમાં નામિત કરી ચૂક્યા છે. પીપલી લાઈવને ઘણા જ પ્રચાર સાથે આમિરે રજૂ કરી અને કમાયા પણ. અહી સુધી તો ઠીક છે, પરંતુ ઓસ્કરને માટે આ ફિલ્મ મોકલવી કંઈ વધુ કહેવાશે.

IFM
શક્ય છે કે આ ફિલ્મને ઓસ્કર મળી પણ જાય. આ ફિલ્મમાં ભારત એવુ જ છે જેવુ લોકો જોવા માટે ટેવાયેલા છે. ભારતની એક નકારાત્મક છબિ તેમના મનમાં છે. તેઓ શિક્ષિત અને સ્વચ્છ ભારતને સ્વીકારી નથી શકતા. તેમને જોઈએ 'સ્લમડોગ મિલેનિયર'માં બતાવેલ ભારત. તો શક્ય છે કે આ કારણે પીપલી લાઈવને એવોર્ડ મળી જાય. પરંતુ તેનાથી તે એક સારી ફિલ્મ નથી બની જતી.

આ ફિલ્મની એક સૌથી મોટી ખામી એ છે કે એ સમસ્યાને ખૂબ જ સામાન્ય રીતે ઉઠાવે છે. જે ખેડૂતોએ આત્મહત્યા કરી તેમના દુ:ખને ફિલ્મમાં વ્યક્ત કરવામાં નથી આવ્યુ, હા તેને લઈને મજાક જરૂર કરવામાં આવી છે. પીપલી લાઈવમાં એવો સંદેશ ઉઠાવવાની જરૂર હતી કે કેમ આટલા ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂર થઈ રહ્યા છે ? વિદેશી મોંઘા બીજ, મોંઘુ ખાતર, કર્જ લઈને ખેતી કરવાની મજબૂરી અને પાક ખરાબ થાય તો નિર્દય વસૂલી.... પીપલી લાઈવમાં આ બધુ ક્યા જોવા મળ્યુ ?

બંને મુખ્ય પાત્ર તો મક્કાર અને મફતમાં કંઈ મળે તેની શોધમાં છે, ઉપરથી દારૂડિયા. જો આ ફિલ્મને એવોર્ડ મળી ગયો તો આ એક આશ્ચર્ય કહેવાશે. જો તમારે વ્યંગ્ય જ જોવો હોય તો જુઓ શ્યામ બેનેગલની ફિલ્મ 'વેલડન અબ્બા'માં.

પીપલી લાઈવથી ઘણી સારી ફિલ્મ છે 'વેલડન અબ્બા'. સંવેદનાના સ્તર પર પણ અને હાસ્યના સ્તર પર પણ. કોઈપણ વગરની ગાળો બોલ્યા વગર જ રવિ શંકરે ખૂબ હસાવ્યા છે. આ ફિલ્મને એવોર્ડ માટે મોકલવામાં આવતી તો સારુ થાત.

આમિર ખાન બીજા કરતા સારા છે, પરંતુ ખુદ કરતા નહી. પોતાની ફિલ્મોને તેઓ હદથી પણ વધુ ઉંચી આંકે છે. પોતાની ફિલ્મોનો વારો આવે તો તેમની અંદરનો આલોચક ક્યાંક ગુમ થઈ જાય છે.