શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

આયેશાએ ઘટાડ્યુ વજન

IFM
થોડા દિવસો પહેલા જેમણે પણ આયેશા ટાકિયાને જોઈ તેઓ આશ્ચર્યામાં પડી ગયા. આયેશાએ પોતાનુ વજન ઓછુ કરી લીધુ છે અને આ કારણે તે આકર્ષક દેખાવવા માંડી છે. આયેશા કોઈ સંજય દત્ત તો નથી જેમણે પોતાનુ 26 કિલો વજન હાલ ઘટાડ્યુ છે. આયેશાનો આઁકડો રહ્યો 9 કિલોગ્રામ.

આયેશાનુ એકાએક વજન ઘટવાને કારણે એવી ચર્ચા ચાલવા માંડી છે કે તેણે અમેરિકા જઈને સર્જરી કરાવી. આ ચર્ચાઓથી આયેશા પરેશાન થઈ ગઈ અને તેમણે આ વાતનું ખંડન કર્યુ છે.

આયેશાના મુજબ તેમનુ વજન કોઈ સર્જરીને કારણે નહી પરંતુ તેમની મહેનતનુ પરિણામ છે. તેમણે જીમ જઈને મહેનત કરી, પરસેવો વહાવ્યો અને પરિણામ સામે છે. સવાલ એ ઉઠે છે કે તેમણે આટલા દિવસો સુધી મહેનત કેમ ન કરી ?